ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં અજિતદાદા ‘તિજોરી’ ભરશેઃ શિંદે છૂટે હાથે પૈસા ખર્ચશે

એકનાથ શિંદેને 'મહાયુતિ' સરકારમાં સૌથી સારું મંત્રાલય મળ્યું છે.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
મહારાષ્ટ્રની નવી સરકારમાં ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને કદાચ ગૃહ ખાતું નહીં મળ્યું હોઈ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ પોતાની પાસે રાખ્યું અને નાણા ખાતું અજિત પવાર પાસે રાખ્યું, પરંતુ સીએમમાંથી ડેપ્યુટી સીએમ બનેલા એકનાથ શિંદે કોઈ પણ રીતે નબળા પડ્યા નથી. જો આપણે મહાયુતિના ત્રણ ઘટકો વચ્ચે વિભાગોની વહેંચણી પર નજર કરીએ તો, વ્યાપક રીતે, નાણાપ્રધાન તરીકે જ્યારે અજિત પવાર સરકારી તિજોરીમાં નાણાં લાવવાની જવાબદારી હશે, તો બીજી બાજુ, એકનાથ શિંદે તેનો છૂટા હાથે ખર્ચ કરશે. કારણ કે તેના ત્રણ વિભાગ જ એવા છે, જેઓ મહારાષ્ટ્રમાં અનેક પ્રોજેક્ટ લોન્ચ કરશે.

આ પણ વાંચો: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહારાષ્ટ્ર માટે 20 લાખ ઘરોને મંજૂરી…

કોને કેટલું બજેટ મળ્યું?
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટમાં માત્ર એક જ જગ્યા ખાલી રાખી છે. 42 સભ્યોની કેબિનેટમાં 20:12:10ની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. ભાજપના 132 ધારાસભ્યોને કારણે તેમને સૌથી વધુ 26 વિભાગ મળ્યા છે અને તેની સામે 1,68,363,83 કરોડ રૂપિયાનું બજેટ મળ્યું છે, જ્યારે શિવસેનાને ફક્ત 17 ખાતા હોવા છતાં 1,64,103,39 કરોડ રૂપિયાનું બજેટ મળશે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસે 13 ખાતાનું બજેટ 2,24,857,30 કરોડ રૂપિયા હશે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ગૃહ, ઊર્જા, કાયદો અને ન્યાયની સાથે સામાન્ય વહીવટ અને માહિતી અને જનસંપર્ક વિભાગો ધરાવે છે. સીએમમાંથી ડેપ્યુટી સીએમ બનેલા એકનાથ શિંદેને નગર વિકાસ, આવાસ અને જાહેર બાંધકામ વિભાગો મળ્યા છે. અજિત પવાર નાણા, આયોજન, રાજ્ય આબકારી વિભાગો ધરાવે છે.

આમ એકનાથ શિંદે પાસે જે ખાતા છે, તેમાં જ મોટા ભાગના પ્રોજેક્ટ આવશે અને છૂટા હાથે ખર્ચ કરવાની સગવડ રહેશે, જ્યારે અજિત પવાર પર તિજોરી ભરવાની જવાબદારી રહેશે. આ બાબતનો અનુભવ અજિત પવારે પદભાર સ્વીકાર્યો ત્યારે જ અધિકારીઓને તિજોરી ભરવા માટેના રસ્તા શોધી કાઢવાનો આદેશ આપ્યો હતો.

મહાયુતિ 2.0 પાવર શેરિંગ

પક્ષના નેતાઓકુલ પ્રધાનોકુલ વિભાગોકુલ બજેટ (અંદાજિત)
ભાજપ દેવેન્દ્ર ફડણવીસ19261,68,363,83 કરોડ
શિવસેના એકનાથ શિંદે11171,64,103,39 કરોડ
એનસીપી અજિત પવાર09132,24,857,30 કરોડ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button