અમિત શાહની હાજરીમાં એકનાથ શિંદે બોલ્યા જય ગુજરાત…

પુણેઃ રાજ્યમાં મરાઠી-હિંદી ભાષાનો વિવાદ ધીરે ધીરે વણસી રહ્યો છે ત્યાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા પુણે ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં જય હિંદ, જય મહારાષ્ટ્રની સાથે સાથે જય ગુજરાતની ઘોષણા કરી હતી. રાજ્યમાં મરાઠી અને હિંદી ભાષા મુદ્દે ચાલી રહેલાં વિવાદ વચ્ચે નાયબ મુખ્ય પ્રધાનના આ પગલાંને કારણે રાજકીય માહોલ વધુ ગરમાશે એવી ચર્ચા ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ આજે પુણેની મુલાકાતે આવ્યા છે. આ સમયે જયરાજ સ્પોર્ટ્સ એન્ડ કન્વેન્શન સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં એકનાથ શિંદેએ ભાષણ આપ્યું હતું અને ભાષણ પૂરું કરતાં નાયબ મુખ્ય પ્રધાને અમિત શાહ માટે એક શાયરી બોલીને અંતમાં ધન્યવાદ, જય મહારાષ્ટ્ર બોલીને નીકળી રહ્યા હતા, અને ત્યાર બાદ અચાનક નીચે વાંચીને જય ગુજરાતનો નારો ઉચ્ચાર્યો હતો. હવે આ આના પરથી વિવાદનો મધપૂડો છંછેડાય એવી શક્યતા છે.
આ પણ વાંચો: મહાયુતિ વચ્ચેના વિવાદ વચ્ચે અજિત પવારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સંસ્થાના ઓડિટનો આદેશ આપ્યો
ગુજરાતી સમાજ દ્વારા પુણેના કોંઢાવા વિસ્તારમાં આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. શિંદેએ અમિત શાહની હાજરીમાં આવો નારો ઉચ્ચાર્યો હતો. અમિત શાહ માટે નાયબ મુખ્ય પ્રધાને એક શેર સંભળાવ્યો હતો-
આપકે બુલંદ ઈરાદો સે તો ચટ્ટાને ભી ડગમગાતી હૈ,
દુશ્મન ક્યા ચીઝ હૈ, તૂફાનભી આપના રૂખ બદલ દેતા હૈ,
આપકે આને સે યહાં કી હવા કા રૂખ બદલ જાતા હૈ,
આપકે આને સે હર શખ્સ અદબ સે ઝુક જાતા હૈ…
નાયબ મુખ્ય પ્રધાનના આ શાયરી પઠન અને જય ગુજરાતની ઘોષણાના પણ રાજકીય સમીકરણો જોડવામાં આવી રહ્યા છે. જોઈએ હવે શિંદેના પગલાંથી રાજ્યમાં તેના શું પડઘા પડે છે…