મહારાષ્ટ્ર

પુણેમાં અકસ્માતમાં આઠ જણનાં મૃત્યુ:કન્ટેનરના મૃત ડ્રાઇવર અને ક્લીનર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો…

પુણે: પુણેમાં બ્રેક ફેઇલ થવાથી કન્ટેનર છથી સાત વાહન સાથે ટકરાયા બાદ ટ્રક સાથે ભટકાયું હતું, જેમાં બંને વાહન વચ્ચે કાર ફસાઇ ગઇ હતી અને આ અથડામણને કારણે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ અકસ્માતમાં ક્ધટેઇનરના ડ્રાઇવર અને ક્લીનર સહિત આઠ જણનાં મોત થયાં હતાં. પોલીસે આ પ્રકરણે મૃત ડ્રાઇવર અને ક્લીનર વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત વાહનના માલિક સામે પણ એફઆઇઆ દાખલ કરાયો હતો.

મુંબઈ-બેંગલુરુ હાઇવે પર પુણેના કાત્રજ-દેહુ બાયપાસ નજીક નવલે બ્રિજ ખાતેના સેલ્ફી પોઇન્ટ નજીક ગુરુવારે સાંજે થયેલા ભીષણ અકસ્માતમાં 14 જણ ઘાયલ થયા હતા. સાતારાથી મુંબઈ તરફ આવી રહેલું ક્ધટેઇનર બ્રેક ફેઇલ થવાથી તે અમુક વાહનો સાથે ટકરાયું હતું અને બાદમાં ટ્રક સાથે અથડાયું હતું.

બંને વાહન વચ્ચે ફસાયેલી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા આઠ જણમાં ક્ધટેઇનરના ડ્રાઇવર રૂસ્તમ ખાન (35) અને ક્લીનર મુસ્તાક ખાન (31)નો સમાવેશ હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ પ્રકરણે મૃત ડ્રાઇવર અને ક્લીનર તથા ક્ધટેઇનરના માલિક વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button