EC Files FIR Against Maharashtra BJP's Vinod Tawde Over Cash-for-Votes
મહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Cash For Vote: 5 કરોડ વહેંચવા મુદ્દે વિનોદ તાવડે સામે FIR દાખલ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા (Assembly Election)ની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના મહાસચિવ વિનોદ તાવડે મુશ્કેલીમાં મુકાયા છે. બહુજન વિકાસ આઘાડી (બીવીએ)ના પ્રમુખ હિતેન્દ્ર ઠાકુરે આક્ષેપ કર્યો હતો કે તેમણે વિરારના લોકોમાં રુપિયાની વહેંચણી કરી હતી, ત્યારબાદ ઠાકુરના પક્ષના લોકોએ તાવડેને ઘેરી લીધા હતા.

Also read: ભાજપના નેતા પૈસા વેરતા ઝડપાયાનો આરોપ, નાલાસોપારામાં સ્થિતિ તંગ

હિતેન્દ્ર ઠાકુરે એવો આરોપ લગાવ્યો છે કે તાવડેની બેગમાંથી પાંચ કરોડ રૂપિયા મળ્યા છે. તાવ઼ડે પાસેથી કેટલીક ડાયરી પણ મળી આવી છે. આ ડાયરીમાં પૈસાની વિગતો છે. આ આંકડો 15 કરોડ રૂપિયા સુધી થઇ રહ્યો છે. વસઇ, વિરાર અને નાલાસોપારામાં કરોડો રૂપિયા વહેંચણી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

જ્યારે ચૂંટણી પંચની કાર્યવાહી દરમિયાન નવ લાખ રુપિયા જપ્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. મળતી માહિતી મુજબ ભાજપ નેતા વિનોદ તાવડે વિરુદ્ધ ચૂંટણી પંચે કાર્યવાહી કરવામાં આવી છે. પૈસાની વહેંચણીના આરોપમાં FIR દાખલ કરવામાં આવી છે. તાવડેની સાથે ભાજપના ઉમેદવાર રાજન નાઈક સામે પણ FIR નોંધવામાં આવી છે.

હિતેન્દ્ર ઠાકુરે એમ પણ કહ્યું હતું કે ભાજપના લોકોએ મને કહ્યું હતું કે તાવડે અહીં લોકોને પૈસા વહેંચવા આવવાના છે, પણ આવા રાષ્ટ્રીય કક્ષાના નેતા આવી નીચલી કક્ષાની હરકત કરે તે મારા માન્યામાં નહોતું આવ્યું, પરંતુ અમે જ્યારે હોટેલ પર પહોંચ્યા (જ્યાં તાવડે હતા) ત્યારે તાવડે અને કરોડોની રોકડ મળી આવી હતી. આવા રાષ્ટ્રીય કક્ષાના નેતાને જરાય શરમ નથી આવતી, એમ તેમણે જણાવ્યું હતું.

Also read: કોવિડ સેન્ટર કૌભાંડ: રાઉતના સાથી સુજિત પાટકરના જામીન કોર્ટે નકાર્યા

ઠાકુરે જણાવ્યું હતું કે કેશ ફોર વોટ મામલે ફસાયા ત્યારે તાવડ઼ેએ મને પચીસેક ફોન કરીને માફી માગીને તેમને જવા દેવાની વાત કરી હતી, પણ આ કિસ્સામાં નિયમ મુજબ કાર્યવાહી થવી જ જોઇએ.

સંબંધિત લેખો

Back to top button