
પાલઘર: પાલઘર જિલ્લામાં દારૂના નશામાં કાર હંકારીને કોલેજની મહિલા પ્રોફેસરને અડફેટમાં લેતાં તેનું મોત થયું હતું. પોલીસે આ પ્રકરણે ગુનો નોંધી કારચાલકની ધરપકડ કરી હતી.
મૃતકની ઓળખ આત્મજા રાજેશ કાસટ (45) તરીકે થઇ હોઇ તે વિરાર પશ્ર્ચિમ સ્થિત ગોકુળ ટાઉનશિપમાં રહેતી હતી અને અહીંની કોલેજમાં પ્રોફેસર હતી.
આત્મજા ગુરુવારે સાંજના 6.30 વાગ્યે કોલેજ છૂટ્યા બાદ પગપાળા ઘરે જઇ રહી હતી ત્યારે અર્નાળા સાગરી પોલીસ સ્ટેશનની હદમાં શાળા નજીક તેને કારે અડફેટમાં લીધી હતી. આત્મજા ફંગોળાઇને ડિવાઇડર પર પડી હતી.
આ પણ વાંચો: લિલિયા રેન્જમાં ટ્રેનની અડફેટે સિંહના મોતને મામલે કાર્યવાહી : ફોરેસ્ટર કરાયો સસ્પેન્ડ
અકસ્માતમાં ગંભીર ઇજા પામેલી આત્મજાને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, પરંતુ થોડા કલાક બાદ તેનું મૃત્યુ થયું હતું.
સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય પાટીલે જણાવ્યું હતું કે મેડિકલ ટેસ્ટમાં પુષ્ટિ થઇ હતી કે કારચાલક શુભમ પ્રતાપ પાટીલ (25) અકસ્માત સમયે દારૂના નશામાં હતો. શુભમ પાટીલ સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.