Viral Video: શિંદેએ ફરી આપ્યું નવું નિવેદન, મને હળવાશમાં લેશો નહીં…

નાગપુરઃ મહારાષ્ટ્રની ‘મહાયુતિ’ સરકારમાં સબ-સલામતનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આંતરિક ખટપટમાં વધી રહી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સાથે આંતરિક વિવાદ હોવાના અહેવાલો વચ્ચે એકનાથ શિંદેએ નવું નિવેદન આપીને ચર્ચામાં આવ્યા છે.
પત્રકારોએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને સવાલ કર્યો તો તેના જવાબમાં કહ્યું હતું કે જે લોકોએ મને હળવાશમાં લીધો હતો પણ હું એક કાર્યકર્તા છું, સામાન્ય કાર્યકર્તા છું. હું બાળા સાહેબ ઠાકરે અને દિઘે સાહેબનો કાર્યકર્તા છું. અને એ લોકોને જ હું કહેવા માગું છું કે જેમણે મને હળવેથી લીધો હતો 2022માં મેં તેમને પલટી નાખ્યા હતા.
આ પણ વાંચો: શિંદેનો પ્રોજેક્ટ ફડણવીસે રદ કર્યોઃ ઉદ્ધવ ઠાકરેએ નિર્ણયને વધાવ્યો
રોજ નવા નિવેદનોથી શીતયુદ્ધ વકર્યું
એટલું જ નહીં, સરકારને બદલી નાખી અને અમે જનતાની ઈચ્છા પ્રમાણે સરકાર લાવ્યા, તેથી હું ફરી કહું છું કે મને હળવાશથી લેશો નહીં અને આ વાત જેને સમજવી હોય એ સમજી લે. જોકે, એકનાથ શિંદેના નિવેદનને લઈને સૂત્રોએ દાવો કર્યો હતો કે ફડણવીસ અને શિંદેની વચ્ચેનું શીતયુદ્ધ વકર્યું છે.
આ પણ વાંચો: સંજય રાઉતે હવે એકનાથ શિંદે માટે કરી નવી વાત, ઉદ્ધવ ઠાકરેની હતી એ યોજના….
તમારે ઈશારામાં સમજવું હોય તો સમજો
આ મુદ્દે એકનાથ શિંદેએ કહ્યું હતું કે વિધાનસભાના પહેલા જ ભાષણમાં મેં કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસને 200થી વધુ સીટ મળશે અને અમે 232 સીટ લાવ્યા છીએ, તેથી ફરી કહું છું કે મને તમે હળવેથી લેશો નહીં અને આ વાતને તમારે કોઈ સંકેત માનવો હોય તો સમજો પણ હું તો કામ કરતો રહીશ. આ વાત કર્યા પછી એકનાથ શિંદેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
મહાવિકાસ આઘાડીને પગલે પગલે મહાયુતિ…
આ અગાઉ ફડણવીસની બેઠકમાં એકનાથ શિંદે સામેલ નહીં થવાને કારણે બંને વચ્ચે ઘર્ષણ હોવાની અટકળો વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપના નેતૃત્વ હેઠળ ભાજપ-શિવસેના (એકનાથ શિંદે), અજિત પવારની એનસીપી દ્વારા 288 બેઠકમાંથી 230 સીટ જીત્યાં હતા, જેમાં મહાવિકાસ આઘાડીના પક્ષોને ખતમ કર્યાના ત્રણ મહિનામાં મહાયુતિના પક્ષોમાં ઘર્ષણની અટકળો વધી છે, જ્યારે આ મુદ્દે ફડણવીસ અને એકનાથ શિંદેએ સ્પષ્ટતા કર્યા પછી પણ રોજના નવા નવા નિવેદનો બહાર આવતા મહાવિકાસ આઘાડીના માફક મહાયુતિનું પતન થાય તો નવાઈ નહીં એવો સૂત્રોએ દાવો કર્યો હતો.