ડોંબિવલીવાસીઓને મળશે નવો ફૂટઓવર બ્રિજ, પણ
મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત અને ગીચ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાની યોજના ઘડી કાઢવામાં આવી છે, જેમાં ડોંબિવલીમાં નવો ફૂટઓવર બ્રિજ તૈયાર કરવામાં આવશે. આમ છતાં નવો ફૂટઓવર બ્રિજ તૈયાર કરવામાં છએક મહિનાનો સમય પસાર થઈ શકે છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
ડોમ્બિવલી રેલ્વે સ્ટેશન પર વધતી ભીડને ધ્યાનમાં રાખીને, સેન્ટ્રલ રેલ્વે એડમિનિસ્ટ્રેશને ડોમ્બિવલી રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર એકથી પાંચને જોડતા ફૂટઑવર બ્રિજનું બાંધકામ શરૂ કર્યું છે. આ સીડીના કારણે ડોમ્બિવલીથી દિવા તરફના મુસાફરો માટે બે બ્રિજ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો…
https://bombaysamachar.com/national/blow-to-nitish-kumar-jdu-general-secretary-resigns/
આ નવો બ્રિજ તૈયાર થયા બાદ પ્રવાસીઓ માટે સ્ટેશન પર ચોથો બ્રિજ ઉપલબ્ધ થશે. અગાઉ, એક કલ્યાણ દિશામાં બીજો ડોમ્બિવલી ઈસ્ટમાં લક્ષ્મી હોસ્પિટલથી વેસ્ટમાં વૃંદાવન હોટેલ સુધી, ત્રીજો દ્વારકા હોટેલથી રામનગર રેલવે ટિકિટ કાઉન્ટર આમ ત્રણ બ્રિજ પહેલેથી જ છે.
આ પણ વાંચો…
https://bombaysamachar.com/mumbai/lok-sabha-elections-increase-number-voters-suburbs-mumbai/
હવે રેલવે પ્રશાસને દિવા બાજુ વડરકા હોટલ પાસે ચોથો ફૂટઓવર બનાવવાની કામગીરી પૂર્વ બાજુએ રામનગર રેલવે ટિકિટ બારી સુધી શરૂ કરી દીધી છે. આ નવો બ્રિજ પ્લેટફોર્મ નંબર એક એ, ત્રણ, ચાર અને પાંચ પર સીડી સાથે જોડવામાં આવશે. પૂર્વ-પશ્ચિમમાં અવરજવર કરતા મુસાફરો આ નવા બ્રિજનો ઉપયોગ કરી શકશે. રેલવેએ તેને આગામી છ મહિનામાં પૂર્ણ કરવાની યોજના બનાવી છે.