કેટલાક લોકોને કારણે બીડને બદનામ ન કરવું જોઈએ: પંકજા મુંડે
ભાજપના પ્રધાન બુધવારે બીડમાં એક સ્થાનિક અખબાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના બીડ જિલ્લાને કેટલાક લોકોના કારણે બદનામ ન કરવો જોઈએ, એમ કહેતાં રાજ્યના પ્રધાન પંકજા મુંડેએ જણાવ્યું હતું કે, રાજ્યના કેટલાક ભાગોમાં જાતિ સમીકરણો સંબંધિત મુદ્દાઓ વધુ તીવ્ર હોય છે.
ભાજપના પ્રધાન બુધવારે બીડમાં એક સ્થાનિક અખબાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાને જાતિ સંઘર્ષનો દ્રષ્ટિકોણ મળ્યો છે કારણ કે મૃતક મરાઠા હતો, જ્યારે મોટાભાગના આરોપીઓ બીડ પ્રદેશના એક પ્રભાવશાળી સમુદાય વણજારા સમાજના છે.
આ પણ વાંચો: અસામાજિક તત્વોથી દૂર રહો, અજિત પવારનો બીડમાં કાર્યકર્તાઓને સંદેશ
2023માં મરાઠા અનામત આંદોલન દરમિયાન બીડ જિલ્લાના વિવિધ ભાગોમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી, જેમાં લોકોએ કેટલાક વિધાનસભ્યોના ઘરોને આગ લગાવી હતી.
તત્કાલીન વિધાનસભ્ય પ્રકાશ સોલંકે, સંદીપ ક્ષીરસાગર, ભૂતપૂર્વ પ્રધાન જયદત્ત ક્ષીરસાગરના નિવાસસ્થાન અને મિલકતો પર હુમલો કરવામાં આવ્યો હતો.
‘મુઠ્ઠીભર લોકોના કારણે બીડને બદનામ ન કરવું જોઈએ. મારી જાતિ સહિત કોઈપણ જાતિને બદનામ ન કરવી જોઈએ. અમે એકબીજાની કાળજી રાખીએ છીએ અને અમે તેમાંથી રાજકીય લાભ લેતા નથી,’ એમ બીડના રહેવાસી પંકજા મુંડેએ કહ્યું હતું.
આ પણ વાંચો: બીડમાં મંદિરમાં લગાવેલા લીલાધ્વજને કારણે ગામમાં તંગદિલીજાલનામાં દરગાહમાં ઘૂસી તોડફોડ: અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો…
‘રાજ્યમાં જે જાતિગત સમીકરણો સર્જાય છે તે બીડ જિલ્લાને કારણે નથી, તે સમગ્ર મરાઠવાડામાં હતા. અનામત આંદોલનમાં, યુવાનોએ ગુસ્સામાં જયદત્ત ક્ષીરસાગર અને (તેમના ભત્રીજા) યોગેશ ક્ષીરસાગરના ઘરને આગ લગાવી દીધી હતી. તેઓએ વિજયસિંહ પંડિત (બીડ જિલ્લાના ગેવરાઈના વિધાનસભ્ય)ના રહેઠાણ પર પણ હુમલો કર્યો હતો,’ એમ તેમણે જણાવ્યું હતું.
મુંડેએ જણાવ્યું હતું કે, પ્રકાશ સોલંકેને (તે સમયે) ગંભીર પરિસ્થિતિને કારણે પોતાની જાતને બાથરૂમમાં બંધ કરી દેવા પડ્યા હતા.
‘પરંતુ આ જિલ્લો જાતિ (સંઘર્ષ)માં માનતો નથી. આ જિલ્લામાં દરેક સમુદાયના સાંસદો અને વિધાનસભ્યો ચૂંટાયા છે,’ એમ તેમણે જણાવ્યું હતું.