બીડમાં બરતરફ પોલીસ ઇન્સ્પેક્ટરે ગળાફાંસો ખાધો

છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લામાં બરતરફ પોલીસ ઇન્સ્પેક્ટરે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મૃતકની ઓળખ સુનીલ નાગરગોજે (57) તરીકે થઇ હોઇ વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે દલીલ કરવા બદલ તેની તેની બદલી પરભણીથી બીડ જિલ્લામાં પોલીસના વાયરલેસ વિભાગમાં કરવામાં આવી હતી. તેને બાદમાં બરતરફ કરવામાં આવ્યો હતો.
બીડ જિલ્લાના અંબાજોગાઇ ખાતે સુનીલ ઘર બાંધી રહ્યો હતો અને તે હાલ ભાડાના ઘરમાં એકલો રહેતો હતો. સોમવારે રાતે તે ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ પણ વાંચો: લોનાવલાના ટાઇગર પોઇન્ટ નજીક સબ-ઇન્સ્પેક્ટરે વૃક્ષ સાથે ગળાફાંસો ખાધો
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી આવી ન હોવાથી સુનીલે ભરેલા અંતિમ પગલા પાછળનું કારણ જાણી શકાયું નહોતું.