મહારાષ્ટ્ર

જીવનભર કાશ્મીર ફરવાનું સપનું સેવ્યું, નિવૃત્તિ પછી ગયા ને આતંકી બુલેટનો ભોગ બન્યા

મુંબઈ: દિલીપ ડેલસેએ જીવનભર સખત પરિશ્રમ કર્યો, નિવૃત્તિ બાદ ધરતી પરના સ્વર્ગની મોજ માણવા ગયા ને આતંકવાદીઓની ગોળીનો શિકાર બન્યા, એમ જણાવતા શોક વ્યક્ત કરે છે ડેલસેના મિત્ર અશોક નેરકર.

ડેલસેને તેના દયાળુ અને મદદરૂપ સ્વભાવને કારણે તમામ લોકો યાદ કરશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ન્યૂ પનવેલમાં રહેતા ડેલસે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોમાંથી એક હતા. આ હુમલામાં તેમની પત્ની બચી ગઇ હતી.

ડેલસે થાણે-બેલપુર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી કેમિકલ મેન્યુફેકચરિંગ કંપનીમાં કામ કરતા હતા અને ચાર વર્ષ પહેલા જ નિવૃત્ત થયા હતા. નેરકર અને ડેલસે બન્ને ખાસ મિત્ર છે અને માલેગામના વતની છે.

નિવૃત્તિ બાદ ડેલસે ઘણી જગ્યાએ ફરવા ગયો હતો, પરંતુ કાશ્મીર જવાનું તેનું સપનું હતું. જીવનભર સખત મહેનત કરી, બાળકોને મોટા કર્યા અને જ્યારે ફરવા ગયા ત્યારે આવું થયું, એમ નેરકરે જણાવ્યું હતું.

ડેલસેના અન્ય મિત્ર બલિરામ દેશમુખે પણ આ ઘટના પર શોક વ્યક્ત કરતા ઘટનાસ્થળની સલામતી વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યો હતો. દેશમુખે આ હુમલાને પૂર્વઆયોજિત ગણાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button