મહારાષ્ટ્ર

ધુળેમાં 48 કલાકમાં હિંસાની ઘટનાઓ

બે જૂથ વચ્ચેની અથડામણમાં ઈવીએમને નુકસાન અને સેના નેતાના ઘરની તોડફોડ

મુંબઈ: ધુળેમાં ચૂંટણી ટાંકણે જ 24 કલાકમાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી. બે જૂથ વચ્ચેની અથડામણમાં ઈવીએમને નુકસાન થયું હતું તો બીજા બનાવમાં રહેવાસીઓના ટોળાએ શિવસેનાના નેતાના નિવાસસ્થાને હુમલો કરી તોડફોડ કરી હતી.

ઉમેદવારી પાછી ખેંચવાને મુદ્દે શિવસેનાના ધુળે જિલ્લા પ્રમુખ મનોજ મોરેના દેવપુરની કૃષિ કોલોની ખાતેના નિવાસસ્થાને બુધવારની સાંજે 20થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. મોરેના ઘરમાં ઘૂસેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને વાહનની પણ તોડફોડ કરી હતી. ઉમેદવારી પાછી ખેંચવાને મુદ્દે ભાજપના વિલાસ શિંદે અને મોરે વચ્ચેના વિવાદને પગલે આ હુમલો થયો હોવાનું પોલીસનું કહેવું છે. આ પ્રકરણે શિંદે અને મોરે બન્નેના સમર્થકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાચો : ખર્ચમાં વધારાને કારણે 40,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રદ: ફડણવીસ

મોરેના ઘર પર હુમલા બાદ ગુરુવારની સવારે ધુળેના વૉર્ડ નંબર-18માં એક સ્કૂલમાં રહેવાસીઓના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અમુક લોકો પોલિંગ બૂથમાં પ્રવેશ્યા હતા અને ઈવીએમને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાને કારણે કલાક સુધી ચૂંટણી પ્રક્રિયા અટકી પડી હતી. નવું ઈવીએમ લાવવામાં આવ્યા પછી ચૂંટણી પ્રક્રિયા ફરી શરૂ થઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button