ધનંજય મુંડેને કોર્ટના સમન્સઃ સુનાવણી 24મી ફેબ્રુઆરીએ થશે

મુંબઈઃ બીડની કોર્ટે રાજ્યના પ્રધાન ધનંજય મુંડેને તેમની પહેલી પત્ની દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના સંદર્ભમાં સમન્સ પાઠવ્યા છે. મુંડે પર 2024ની વિધાનસભાની ચૂંટણીમાં પહેલાં રજૂ કરાયેલા સોગંદનામામાં માહિતી જાહેર ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
બીડના પરલી ખાતે સંયુક્ત સિવિલ જજ જુનિયર ડિવિઝન અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસે 10મી ફેબ્રુઆરીએ એનસીપીના નેતાને સમન્સ જારી કર્યા હતા. આ મામલાની સુનાવણી આગમી 24મી ફેબ્રુઆરીએ થશે.
આપણ વાંચો: શિવસેના (યુબીટી)ના નેતાએ ધનંજય મુંડે અને વાલ્મિક કરાડ વચ્ચેના નાણાકીય સંબંધોની ઈડી તપાસની માગણી કરી
ફરિયાદમાં મુંડેની પહેલી પત્નીએ એવો દાવો કર્યો હતો કે મુંડેએ પારલી મતવિસ્તારમાંથી તેમના ઉમેદવારી પત્રો રજૂ કરેલા સોગંદનામામાં તેમની પત્ની રાજશ્રી મુંડે અને તેમની ત્રણ પુત્રીઓ તેમ જ તેમનાં બે બાળકો નામનો ઉલ્લેખ કર્યો હતો, એવું તેમના વકીલ ચંદ્રકાંત થોમ્બ્રેએ જણાવ્યું હતું. જોકે તેમણે કરુણા મુંડેની માલિકીની કોઇ પણ સંપત્તિનો ઉળ્લેખ નહોતો કર્યો.
ફરિયાદ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 33 (એ)(આઈ) અને 125-એ હેઠળ ઓનલાઈન દાખલ કરવામાં આવી હતી. આઈપીસી કલમ 33 (એ) મુજબ સાચી માહિતી આપવી ફરજિયાત છે અને તેને છુપાવવાથી 125 (એ) હેઠળ 6 મહિનાની જેલ થઇ શકે છે. દસ્તાવેજોના અવલોકન બાદ કોર્ટે મુંડેને સમન્સ પાઠવ્યા હતા.
(પીટીઆઈ)