કોંગ્રેસ પોતે ‘મત ચોરી’માં સંડોવાયેલી છે, ખુલ્લું પડી ગયું: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે કોંગ્રેસ પર તેના ‘મત ચોરી’ના આરોપો બાબતે ટીકા કરતાં એવો દાવો કર્યો હતો કે સાતારા જિલ્લાના ભાજપના વિધાનસભ્યે ખુલાસો કર્યો છે કે વિરોધ પક્ષ પોતે જ આવા કપટી માધ્યમોનો કેવી રીતે ઉપયોગ કરી રહી છે.
પત્રકારો સાથે વાત કરતા, ફડણવીસે કહ્યું હતું કે, ભાજપના વિધાનસભ્ય અતુલ ભોંસલેએ પર્દાફાશ કર્યો છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણના પરિવારના સભ્યો અને સહયોગીઓએ એક કરતાં વધુ જગ્યાએ મતદાન કેવી રીતે કર્યું હતું.
ભોંસલેએ નવેમ્બર 2024ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કરાડ દક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાંથી ચવ્હાણને હરાવ્યા હતા.
મત ચોરીના મુદ્દે ગઠબંધનમાં એકમત, લોકોમાં આ મુદ્દો ઉઠાવીશું: શરદ પવારની સ્પષ્ટતા
કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે. અમારા વિધાનસભ્ય (ભોંસલે)એ સ્પષ્ટપણે દેખાડ્યું છે કે કોંગ્રેસ કેવી રીતે મત ચોરીમાં સંડોવાયેલી છે. આ બાબતોનો જવાબ રાહુલ ગાંધી પર નિર્ભર છે, એમ તેમણે કહ્યું હતું.
આગામી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ અંગેના સવાલના જવાબમાં, ફડણવીસે કહ્યું હતું કે, તેમણે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે વાત કરી છે અને એનડીએના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણન માટે તેમનો ટેકો માગ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી પક્ષ આધારિત નથી. કોઈ વ્હીપ નથી. મેં તેમને કહ્યું કે તેઓ મરાઠી અને મહારાષ્ટ્રની અસ્મિતાને સમર્થન આપે છે, તેથી તેમણે રાધાકૃષ્ણનનું સમર્થન કરવું જોઈએ. રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે અને મુંબઈમાં નોંધાયેલા મતદાતા છે, એમ તેમણે કહ્યું હતું.
‘મત ચોરી’ના આરોપોને બદલે ‘પુરાવા’ આપોઃ ચૂંટણી પંચે રાહુલ ગાંધી પર તાક્યું નિશાન…
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ આ બાબતે અન્ય લોકો સાથે ચર્ચા કરશે, જ્યારે શરદ પવારે કહ્યું હતું કે કારણ કે વિપક્ષે પણ પોતાનો ઉમેદવાર ઉતાર્યો છે, તેથી તેઓ વિપક્ષ સાથે જશે, એવી માહિતી તેમણે આપી હતી.
દિલ્હીમાં આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેવા બદલ એનસીપીના સાંસદ અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારના પત્ની સુનેત્રા પવારની થઈ રહેલી ટીકા અંગે ફડણવીસે પૂછ્યું હતું કે, ‘શું છજજ પ્રતિબંધિત સંગઠન છે?’
‘મને આરએસએસ સ્વયંસેવક હોવાનો ગર્વ છે કારણ કે તેણે મને રાષ્ટ્રવાદ અને સર્વસમાવેશક વિકાસ શીખવ્યો છે,’ એમ તેમણે કહ્યું હતું.
ગુરુવારે રાજ ઠાકરેની તેમની મુલાકાત વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડાએ ટ્રાફિક અંગે કેટલાક સારા સૂચનો આપ્યા છે અને સરકાર તેનો અમલ કરવાનો પ્રયાસ કરશે.
જ્યારે ટૂંકા ગાળામાં ભારે વરસાદ પડે છે, ત્યારે માળખાકીય સુવિધાઓ પર અસર પડે છે, એમ તેમણે ઉમેર્યું કે તેમની સરકાર સિસ્ટમ સુધારવા માટે કામ કરી રહી છે.
પૃથ્વીરાજ ચવ્હાણના ભત્રીજાએ ત્રણ જગ્યાએ મતદાન કર્યું: ભાજપ
ભાજપે એવો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણના ભત્રીજા ઇન્દ્રજીત ચવ્હાણે ત્રણ જગ્યાએ મતદાન કર્યું હતું.
મત ચોરી સામે અવાજ ઉઠાવનાર ગાંધીના કોંગ્રેસ પક્ષે તેમના મતવિસ્તારમાં મતદાર યાદી સાથે છેડછાડ કરી હોવાનું બહાર આવી રહ્યું છે. કોંગ્રેસે ગાંધી પરિવારના વફાદાર અને રાહુલ ગાંધીના વિશ્ર્વાસુ પૃથ્વીરાજ ચવ્હાણને મત ચોરી વિરોધી સમિતિમાં સમાવીને ગુપ્ત રીતે તેમના પોતાના મતવિસ્તારમાં મતદાર યાદીની ચાવીઓ આપી દીધી છે. તેમના પોતાના મતવિસ્તારની મતદાર યાદીમાં નવા ચમત્કારો બહાર આવી રહ્યા છે. કોંગ્રેસે એક જ વ્યક્તિની અધ્યક્ષતામાં મત ચોરી વિરોધી સમિતિની નિમણૂક કરી છે? એનો અર્થ એ કે ચોરાયેલી વસ્તુઓ શોધવાની જવાબદારી ચોરને સોંપવી, એમ ભાજપ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મતોની ચોરી કરનાર દ્વારપાલ!
આ ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણના પરિવારના સભ્યો છે
ઇન્દ્રજીત પંજાબરાવ ચવ્હાણ – ત્રણ સ્થળોએ મતદાર તરીકે નોંધણી કરાઈ
- કરાડ (બૂથ નં. 120)
- મલકાપુર (બૂથ નં. 189)
- કુંભારગાંવ, પાટણ (બૂથ નં. 379)
પિતાનું નામ અને ઉંમર બદલીને નોંધણી કરાઈ
આશા ઇન્દ્રજીત ચવ્હાણ ત્રણ સ્થળોએ નોંધણી કરાઈ, ઉંમર તફાવત:
- કરાડ (ઉંમર 47),
- મલકાપુર (ઉંમર 46),
- પાટણ (ઉંમર 44)
શાંતાદેવી ચવ્હાણ બે સ્થળોએ નોંધણી કરાઈ:
- કરાડ (ઉંમર 87)
- મલકાપુર (ઉંમર 86)
અભિજીત ચવ્હાણ મલકાપુરમાં બે સરનામે નોંધણી કરાઈ:
- આગાશિવનગર
- ઇન્દ્રપ્રસ્થ કોલોની
રાહુલ વિજયસિંહ ચવ્હાણ અને ગૌરી રાહુલ ચવ્હાણ
- પાટણ કોલોની ખાતે નોંધણી કરાઈ
- નોંધણી કુંભારગાંવ, ઉંમરનો તફાવત
અધિકરાવ અન્નાસાહેબ ચવ્હાણે બે જગ્યાએ પોતાના પિતાનું નામ નોંધાવ્યું –
- ‘અન્નાસા’
- ‘અન્નાસાહેબ’.
એમ ભાજપના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ જણાવ્યું હતું.
વિધાનસભ્ય અતુલ ભોંસલેનો ગંભીર આરોપ
પાટણ કોલોનીમાં એક ઘરના સરનામે 15 મતદારો નોંધાયેલા છે, જેમાંથી ઘણા ત્યાં રહેતા નથી. કરાડ દક્ષિણ વિધાનસભા ક્ષેત્રમાં બેવડી અને ત્રણગણી મતદાન નોંધણી થઈ છે. ભાજપના પદાધિકારી વિદ્યમાન વિધાનસભ્ય ડો. અતુલ ભોંસલેના પદાધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે પૃથ્વીરાજ ચવ્હાણે 2014 અને 2019ની ચૂંટણીમાં બેવડી નોંધણી કરીને મતદારોને જીત્યા હતા. અતુલ ભોંસલેના કાર્યકરોએ એમ પણ કહ્યું છે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે કરાડ દક્ષિણમાં ‘મત ચોરી’ કરી હતી.