મહારાષ્ટ્ર

લાડકી બહેન યોજના ચાલુ રહેશે: એકનાથ શિંદે

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે લાડકી બહેન યોજના કોઈપણ અવરોધ વગર ચાલુ રહેશે. તેમણે ફરી એક વખત રાજ્યની મહિલાઓ માટે કલ્યાણકારી યોજના અંગેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

થાણેમાં સોમવારે રાતે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મહાયુતિ સરકાર ક્યારેય લાડકી બહેન યોજનાને બંધ કરવા દેશે નહીં.તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે મહાયુતિ સરકાર સામાજિક કલ્યાણની યોજનાઓ પ્રત્યે પ્રતિબદ્ધ છે.

અમારી જવાબદારીમાં વધારો થયો છે, કેમ કે અમને ફરી એક વખત જનતાની સેવા કરવાની તક આપવામાં આવી છે, એમ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાનની સાથે જ ગૃહનિર્માણ અને નગરવિકાસ ખાતાની જવાબદારી સંભાળતા એકનાથ શિંદેએ કહ્યું હતું.

તેમણે મુંબઈ, થાણે, પુણે અને બાકીના રાજ્યમાં પડતર ગૃહનિર્માણ પ્રકલ્પની ચિંતાઓને દૂર કરવાનું કામ કર્યું હતું.
તેમણે એવી ખાતરી આપી હતી કે અટકી પડેલા પ્રોજેક્ટ, જેમાં કેટલાક 25 વર્ષથી અટકી પડ્યા છે તેમને સમયબદ્ધ પદ્ધતિએ પૂરા કરવામાં આવશે.

આ પણ વાંચો : મુંબઈ મનપાની એફડી તોડી હોવાનો આરોપ ખોટો: એકનાથ શિંદે

મહારાષ્ટ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી ક્લસ્ટર ડેવલપમેન્ટ યોજનાની પ્રશંસા કરી હતી અને તેને અન્ય કોઈ દેશમાં જોવામાં ન આવેલી વિશેષ પદ્ધતિ ગણાવી હતી. ક્લસ્ટર યોજના બધા જ પ્રકારના પુનર્વસન અને વિકાસના પ્રકાર માટે સારામાં સારો ઉકેલ છે. આનાથી દરેક અસરગ્રસ્ત પરિવારને તેમને મળવા જોઈતા લાભ મળ ેછે.

રાજકીય વિરોધીઓની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે સરકાર ફક્ત ફોટા દેખાડીને મોટી મોટી જાહેરાતો નથી કરી, પરંતુ કામ કરીને પરિણામ આપે છે.હવે હું ગૃહનિર્માણ પ્રધાન છું અને લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ પૂરા થાય તેનું ધ્યાન રાખીશ, એમ પણ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button