રાયગઢમાં શિવાજી મહારાજની સમાધીની બાજુમાં આવેલી સમાધી દૂર કરવાની માગણી

મુંબઈઃ કોઇ પણ ઐતિહાસિક સંદર્ભ ન હોય, પુરાવા ન હોય એવી રાયગઢ જિલ્લા પરની કબર દૂર કરવા માટેની માગણી ભૂતપૂર્વ સાંસદ અને રાયગઢ વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ સંભાજીરાજે છત્રપતિએ પત્ર લખીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પાસે કરી છે.
છત્રપતિ શિવાજી મહારાજની સમાધીની આસપાસ જ એક શ્વાનની સમાધી તથા પૂતળું બનાવવું એ મહારાષ્ટ્રનું કમનસીબ છે. 31મી મે સુધી આ પૂતળું દૂર કરવામાં આવે એવી માગણી તેમણે પત્ર દ્વારા કરી છે.
રાયગઢ કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની સમાધીની પાછળ કથિત શ્વાનની સમાધી બનાવવામાં આવી છે. તેનો કોઇ ઐતિહાસિક આધાર જ નથી. શિવભક્તોએ તેનો ઘણી વખત વિરોધ કર્યો છે.
આપણ વાંચો: પૂર્વ જન્મમાં છત્રપતિ શિવાજી મહારાજ હતા નરેન્દ્ર મોદીઃ ભાજપના નેતાએ નિવેદન આપતા વિવાદ સર્જાયો
એક શિવપ્રેમીએ તે પૂતળું દૂર પણ કર્યું હતું પણ પ્રશાસને તે ફરી બનાવ્યું. તે પૂતળાને પોલીસ સંરક્ષણ પણ આપવામાં આવ્યું છે. આ સમાધી હાલના સમયગાળામાં જ બનાવવામાં આવી હોઇ તે અતિક્રમણ છે અને તે દૂર કરવાની માગણી સંભાજીરાજે છત્રપતિએ કરી છે.
છત્રપતિ શિવાજી મહારાજની સમાધીની નજીક જ કથિત વાઘ-શ્વાનની સમાધી આવેલી છે જેનો શિવકાલીન ઇતિહાસમાં કોઇ પણ પ્રકારનો ઉલ્લેખ અથવા સંદર્ભ નથી. પુરાતત્ત્વ વિભાગ પાસે પણ તેની કોઇ માહિતી નથી. તેથી તાત્કાલિક દૂર કરવામાં આવે એમ સંભાજીરાજેએ પત્રમાં માગણી કરી હતી.