મહારાષ્ટ્ર

વાંધાજનક સંદેશા સાથેના પેમ્ફલેટને કારણે દલિત જૂથોનું વિરોધ પ્રદર્શન: એકની ધરપકડ

નાશિક: નાશિકમાં પ્રતિસ્પર્ધીને મુશ્કેલીમાં મૂકવાને ઉદ્દેશ સાથે ચોક્કસ સમુદાય વિશે વાંધાજનક સંદેશા સાથેના પેમ્ફલેટ છાપવા બદલ એક વ્યક્તિની ધરપડક કરવામાં આવી હતી.

આ પેમ્ફલેટને કારણે રાજવાડા, પંચવટી સહિત અનેક ભાગોમાં વાતાવરણ તંગ બન્યું હતું અને આરપીઆઇ (આઠવલે)ના કાર્યકરો તથા દલિત સંગઠનોએ શનિવારે સવારથી નિમાની, દિંડોરી નાકા વિગેરે વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કિરણકુમાર ચવાણે જણાવ્યું હતું કે જેને પેમ્ફલેટ છાપનારી વ્યક્તિ તરીકે દેખાડવામાં આવી છે તેને આ મુદ્દા સાથે કોઇ લેવાદેવા નથી. અમને તપાસમાં જાણવા મળ્યું હતું કે એ વ્યક્તિનો કોઇ સાથે વિવાદ હોવાથી તેને મુશ્કેલીમાં મૂકવા માટે આવું કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: માનવ તસ્કરી અને સાયબર ફ્રોડ: એનઆઇએએ નાશિકથી આરોપીની ધરપકડ કરી

આ વાંધાજનક પેમ્ફલેટ છાપનારી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. અમે તમામ જૂથોને શાંતિ જાળવવાનું અને આવી હરકતથી સમુદાયો વચ્ચે વિવાદ નહીં પેદા થાય તેનું ધ્યાન રાખવું જોઇએ, એવું જણાવ્યું છે.

આ પ્રકરણે પંચવટી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડસંહિતા, અનુસૂચિત જાતિ અને જનજાતિ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) એક્ટ અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ ચવાણે જણાવ્યું હતું. (પીટીઆઇ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button