દલિત વૃદ્ધાનું અપમાન, એક કરોડની ઉચાપત બદલ ત્રણ સામે ગુનો દાખલ | મુંબઈ સમાચાર

દલિત વૃદ્ધાનું અપમાન, એક કરોડની ઉચાપત બદલ ત્રણ સામે ગુનો દાખલ

થાણે: રાયગડ જિલ્લામાં 63 વર્ષની દલિત વૃદ્ધાનું કથિત અપમાન કરવા તથા એક કરોડ રૂપિયાની ઉચાપત કરવા પ્રકરણે ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જળગાંવના રામકૃષ્ણ પાટીલ તથા ધુળેના રહેવાસી યુવરાજ બૈસને અને અમોલ બૈસનેએ બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. સામાજિક કલ્યાણ સંગઠનના કામકાજમાં અવરોધ ઊભો કર્યો હતો અને એક કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.

આપણ વાંચો: Mob lynching: શ્રી ગુરુ ગ્રંથ સાહિબના કથિત અપમાન બદલ માનસિક રીતે બીમાર યુવકની હત્યા

ઉલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અર્જુન રજાનેએ જણાવ્યું હતું કે વૃદ્ધાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેને જાતિવાચક અપશબ્દો કહેવામાં આવ્યા હતા તેમ જ સામાજિક અને આર્થિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

આ ઘટના 2022માં બની હોવાથી ત્રણેય આરોપી સામે ભારતીય દંડસંહિતા તથા એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) એક્ટની જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોવાથી હજી સુધી કોઇની ધરપકડ કરાઇ નથી. (પીટીઆઇ)

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button