મોટરસાઇકલસવારોએ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કર્યો

પુણે: પુણેમાં લૉ કોલેજમાં રવિવારે મોડી રાતે બનેલી રોડ રેજની ઘટના બાદ બે અજાણ્યા શખસે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો, જેમાં તેના માથામાં ગંભીર ઇજા થઇ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કોન્સ્ટેબલની ઓળખ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-3ના અમોલ કાટકર તરીકે થઇ હતી. અમોલ કાટકર રવિવારે મોડી રાતે એક વાગ્યાની આસપાસ ઘરે જઇ રહ્યો હતો ત્યારે પૂરપાટ વેગે મોટરસાઇકલ હંકારી રહેલા બે જણ સાથે તેનો વિવાદ થયો હતો. વિવાદ ઉગ્ર બનતાં બંને જણે કાટકરના માથામાં લાઠીથી હુમલો કર્યો હતો અને બાદમાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
આપણ વાંચો: ઓન ડ્યૂટી ટ્રાફિક કોન્સ્ટેબલ પર હુમલો કરનારા ડોક્ટરને દંડ, જાણો કારણ?
હુમલામાં ઘવાયેલા કાટકરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે બે મોટરસાઇકલસવાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની શોધ આદરી હતી. એમ ડીસીપી (ઝોન-1) કૃષિકેશ રાવલેએ જણાવ્યું હતું. (પીટીઆઇ)