મહારાષ્ટ્ર

સમૃદ્ધિ એક્સપ્રેસ-વેમાં ભ્રષ્ટાચાર: કોંગ્રેસે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ કરી

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળે સમૃદ્ધિ એક્સપ્રેસ-વેને ભ્રષ્ટાચારનું ‘ઉછેર સ્થળ’ ગણાવ્યું હતું અને આ પ્રોજેક્ટ પર શ્વેતપત્ર બહાર પાડવાની માગણી કરી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છેલ્લા 76 કિલોમીટર લાંબા ભાગનું ઉદ્ઘાટન કર્યું, જેનાથી સમગ્ર 701 કિલોમીટર લાંબો મુંબઈ-નાગપુર કોરિડોર સંપૂર્ણપણે કાર્યરત થઈ ગયો, જેનાથી બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય લગભગ 18 કલાકથી ઘટીને આઠ કલાક થઈ જશે.

સમૃદ્ધિ એક્સપ્રેસવેના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યા પછી ફડણવીસ સરકાર પોતાની પીઠ થપથપાવી રહી છે, પરંતુ આ પ્રોજેક્ટ ભ્રષ્ટાચારનું ઉછેર સ્થળ બની ગયો છે. પ્રોજેક્ટનો મૂળ ખર્ચ 55,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ હતો, જે વધીને 70,000 કરોડ રૂપિયા થઈ ગયો છે, એમ તેમણે દાવો કર્યો હતો.

આ પણ વાંચો: સમૃદ્ધિ એક્સપ્રેસનો ઇગતપુરીથી થાણે સેક્શન ખુલ્લો મુકાશે, મુંબઇ-નાગપુર મુસાફરી ઝડપી બનશે

કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, ‘15,000 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ’ મોટા પાયે ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. ‘જો સરકારમાં કોઈ નૈતિકતા બાકી હોય, તો તેણે સમૃદ્ધિ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ પર શ્ર્વેતપત્ર બહાર પાડવો જોઈએ,’ એમ સપકાળે કહ્યું હતું.

તેમણે દાવો કર્યો હતો કે ગાયમુખ-ઘોડબંદર-ભાયંદર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બે ટેન્ડરમાં લગભગ 3,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા બાદ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ તાજેતરમાં ‘મોટા જાહેર હિતનું રક્ષણ કરવા’ ટેન્ડર રદ કર્યા હતા.

આ પણ વાંચો: એલર્ટઃ સમૃદ્ધિ એક્સપ્રેસવે કોરિડોરમાં ચાલી રહી છે લૂંટ, જાણો કઈ રીતે?

‘ગાયમુખ-ઘોડબંદર-ભાયંદર પ્રોજેક્ટની જેમ સમૃદ્ધિ એક્સપ્રેસ-વેના કામમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. એક્સપ્રેસવે મૂળભૂત રીતે ભ્રષ્ટાચારનો હાઇવે છે,’ એમ સપકાળે કહ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ‘નબળી’ બાંધકામ ગુણવત્તાને કારણે એક્સપ્રેસ-વેમાં પહેલાથી જ તિરાડો પડી ગઈ છે.

‘જ્યારથી તે કાર્યરત થયું છે, ત્યારથી અનેક અકસ્માતો થયા છે, જેમાં અનેક લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. સમૃદ્ધિ એક્સપ્રેસ-વેએ શાસક પક્ષના કેટલાક લોકોને જ સમૃદ્ધ બનાવ્યા છે. આ પ્રોજેક્ટમાં થયેલા ભ્રષ્ટાચારની સંપૂર્ણ તપાસ થવી જોઈએ,’ એમ સપકાળે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button