મહારાષ્ટ્ર

વાઘ્યા શ્વાનના શિલ્પનો વિવાદ વધ્યો, સંભાજી બ્રિગેડ મેદાનમાં, સીધી ચેતવણી આપી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંભઈ:
રાજ્યમાં એક નવો વિવાદ શરૂ થયો છે. બે દિવસ પહેલા, છત્રપતિ સંભાજી રાજેએ રાયગઢ કિલ્લા ખાતેના વાઘ્યા શ્વાનની પ્રતિમા દૂર કરવાની માગણી કરી હતી. ત્યારબાદ બુધવારે સંભાજી ભીડેએ વાઘ્યા શ્ર્વાનના શિલ્પને દૂર કરવાનો વિરોધ કર્યો હતો. ગુરુવારે રાજમાતા અહીલ્યાદેવી હોલકરના પરિવારના વંશજ ભૂષણ સિંહ રાજે હોલકરે તેનો વિરોધ કર્યો.

હવે સંભાજી બ્રિગેડ આ વિવાદમાં કૂદી પડી છે. સંભાજી બ્રિગેડે રાજ્ય સરકારને પહેલી મે સુધીમાં રાયગઢ કિલ્લા પરથી વાઘ્યા શ્ર્વાનની પ્રતિમા હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

આપણ વાંચો: રાયગઢમાં શિવાજી મહારાજની સમાધીની બાજુમાં આવેલી સમાધી દૂર કરવાની માગણી

રાયગઢ ખાતે શ્વાનના શિલ્પનો વિવાદ ગરમાઈ રહ્યો છે. છત્રપતિ સંભાજી રાજે પછી હવે સંભાજી બ્રિગેડ આ વિવાદમાં કૂદી પડી છે. સંભાજી બ્રિગેડે રાજ્ય સરકારને પહેલી મે સુધીમાં રાયગઢમાંથી વાઘ્યા શ્ર્વાનની પ્રતિમા દૂર કરવા માટે અલ્ટીમેટમ આપ્યું છે.

આ અંગે સંભાજી બ્રિગેડના મહામંત્રી સૌરભ ખેડેકરે જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર પહેલી મે સુધીમાં આપેલા અલ્ટીમેટમનું પાલન નહીં કરે, તો પહેલી મે પછી, સંભાજી બ્રિગેડ ફરી એકવાર રાયગઢમાંથી વાઘ્યા શ્વાનની પ્રતિમા દૂર કરશે.

સૌરભ ખેડેકરે કહ્યું હતું કે, ‘અમે છત્રપતિ સંભાજી રાજેની ભૂમિકાનું સ્વાગત કરીએ છીએ.’ રાજ્ય સરકાર સંભાજી રાજેના વલણ પર કેવી પ્રતિક્રિયા આપે છે તે જોવાની અમે રાહ જોઈ રહ્યા છીએ. સંભાજી બ્રિગેડે ચેતવણી આપી હતી કે મરાઠા જોડો યાત્રા સમાપ્ત થયાના એક દિવસ પછી, તેઓ પોતે જ પ્રતિમા હટાવી લેશે.

આપણ વાંચો: Maratha Military Landscapes: છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લાને ‘વર્લ્ડ હેરિટેજ’માં સામેલ કરવામાં આવશે, સરકારે તૈયાર કરી યાદી

સંભાજી ભીડેને પડકાર

સૌરભ ખેડેકરે સંભાજી ભીડેને પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે, સંભાજી ભીડે પુરાવા આપી રહ્યા છે કે વાઘ્યા કૂતરાનો ઐતિહાસિક સંદર્ભ છે, પરંતુ અમે તેમના પુરાવા પણ સ્વીકારતા નથી. અમે સંભાજી ભીડેને અમારી સાથે ચર્ચા કરવા માટે પડકાર આપી રહ્યા છીએ.

શું છે વાર્તા?

એવું કહેવાય છે કે વાઘ્યા નામનો એક પાળીતો શ્ર્વાન છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી તેમની સમાધિમાં કૂદી પડ્યો હતો. જોકે, આ અંગે ઇતિહાસકારોમાં કોઈ સર્વસંમતિ નથી. કેટલાક કહે છે કે આ એક દંતકથા છે. આ વાઘ્યા શ્ર્વાનની કબર 1906માં ઇન્દોરના રાજા તુકોજી હોલકરે દાનમાં આપી હતી.

આ કબર તેમાંથી બનાવવામાં આવી હતી. આ પ્રતિમા અગાઉ 2011માં સંભાજી બ્રિગેડ દ્વારા દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ, ધનગર સમુદાયની ભૂમિકા પછી, તેને પાછી લાવીને સ્થાપિત કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button