કોન્સ્ટેબલની પત્નીની જાતીય સતામણી: સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો

નાગપુર: નાગપુર જિલ્લામાં કોન્સ્ટેબલ એવા મિત્રની પત્નીની જાતીય સતામણી કરવા પ્રકરણે મુંબઈ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સબ-ઇન્સ્પેક્ટર મુંબઈના વિનોબા ભાવે પોલીસ સ્ટેશનમાં કાર્યરત હોઇ નાગપુરના કોંઢાલી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા શિડયુલ્ડ કાસ્ટ એન્ડ શિડયુલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આપણ વાંચો: ઓડિશામાં જાતીય સતામણીથી કંટાળી વિદ્યાર્થિનીનો આત્મદાહ પ્રયાસ, રાજકારણ ગરમાયું
પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા અને તેનો પતિ ગઢચિરોલીના રહેવાસી છે. એફઆઇઆર અનુસાર ફેબ્રુઆરીમાં કોંઢાણી નજીક રિસોર્ટમાં પિકનિક વખતે સબ-ઇન્સ્પેક્ટરે પીડિતાની જાતીય સતામણી કરી હતી.
દરમિયાન નાગપુર જિલ્લાના હિંગણા ખાતે પીડિતાના ઘરમાં 13 મેના રોજ તેણે ફરી આવું કૃત્ય કર્યું હતું. સબ-ઇન્સ્પેક્ટર અને પીડિતાનો પતિ નાનપણના મિત્ર હોવાથી પીડિતા એ સમયે ચૂપ રહી હતી.
જોકે તાજેતરમાં તેણે પતિને તમામ હકીકત જણાવી હતી, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવીહ તી. સબ-ઇન્સ્પેક્ટરની ધરપકડ કરવા માટે પોલીસ ટીમ મુંબઈ આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)