પોસ્ટલ બેલેટનો ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો: કોન્સ્ટેબલ સામે ગુનો

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ એક પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે તેના પોસ્ટલ બેલેટ પેપરનો ફોટો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો, જેને પગલે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દક્ષિણ મુંબઈમાં મલબાર હિલ બેઠકના રિટર્નિંગ ઑફિસર બાળાસાહેબ વાકચૌરેએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ ગણેશ શિંદેએ બીડ જિલ્લાના આષ્ટી વિધાનસભા મતક્ષેત્ર માટે મુંબઈમાં પોસ્ટલ બેલેટ પર મતદાન કર્યું હતું.
આ પણ વાંચો: વેપારીનું અપહરણ કર્યા બાદ મારપીટ કરી રોકડ લૂંટી લીધી: ચાર સામે ગુનો…
તેમણે કહ્યું હતું કે કોન્સ્ટેબલે કથિત રીતે મત કેન્દ્રમાંથી બેલેટ પેપરનો ફોટો પાડ્યો હતો અને બાદમાં સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે બેલેટ પેપરની ગુપ્તતાના ભંગ બદલ ગામદેવી પોલીસ સ્ટેશનમાં શિંદે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ; પાંચ સંચાલકો સામે માનવવધનો ગુનો નોંધાયો
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તેના પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે. પોસ્ટલ બેલેટ પર મતદાન કરવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મત કેન્દ્રો ઊભા કરવામાં આવ્યાં છે.
(પીટીઆઇ)