મહારાષ્ટ્ર કોંગ્રેસમાં મોટી ઉથલપાથલઃ બે વિધાનસભ્યની કરાઈ હકાલપટ્ટી

નાગપુર: કૉંગ્રેસના વિધાનસભ્ય ઝીશાન સિદ્ધિકી અને જિતેશ અંતાપુરકરની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવે છે, એમ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ આજે જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી યોજાવાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
નાગપુરમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પટોલેએ ઉક્ત જાહેરાત કરી હતી, પરંતુ સિદ્ધિકી અને અંતાપુરકરની હકાલપટ્ટી કયા કારણસર કરવામાં આવી એ અંગે તેમણે કોઇ સ્પષ્ટતા કરી નહોતી. તેમ છતાં મહારાષ્ટ્ર વિધાન પરિષદની ૧૧ બેઠક માટેની ચૂંટણીમાં કૉંગ્રેસના સાત વિધાનસભ્ય દ્વારા ક્રોસ વોટિંગ કરાયું હોવાનું પ્રકાશમાં આવ્યાના એક મહિના બાદ ઉક્ત કાર્યવાહી કરવામાં આવી છે.
બન્ને વિધાનસભ્યની હલાકપટ્ટી શા માટે કરવામાં આવી હોવાનું પૂછતા પટોલેએ કહ્યું હતું કે તેમની પક્ષમાંથી હકાલપટ્ટી કરાઇ હોવાને કારણે તેમના વિશે કંઇ પણ બોલવાનો ફાયદો નથી.
આ પણ વાંચો : Assembly Election: મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં અસંતોષનું મૂળ પ્રદેશાધ્યક્ષ નાના પટોલે?
ઝીશાન સિદ્ધિકી બાન્દ્રા પૂર્વમાંથી ચૂંટાઇ આવ્યા હતા, જ્યારે અંતાપુરકર નાંદેડ જિલ્લાના દેગલુર ખાતેના વિધાનસભ્ય હતા. ઝીશાન સિદ્ધિકીના પિતા બાબા સિદ્ધિકી લોકસભાની ચૂંટણી પહેલા અજિત પવાર જૂથમાં જોડાયા હતા