મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા ટાળવા માટે ફડણવીસ સરકાર વાહિયાત વિવાદો ઉભા કરી રહી છે: કોંગ્રેસ | મુંબઈ સમાચાર

મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા ટાળવા માટે ફડણવીસ સરકાર વાહિયાત વિવાદો ઉભા કરી રહી છે: કોંગ્રેસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર શહેરોમાં કબૂતરોને ચણ ખવડાવવા અને સ્વતંત્રતા દિવસ પર માંસના વેચાણ જેવા ‘વાહિયાત’ મુદ્દાઓ પર વિવાદો ઉભા કરી રહી છે જેથી ગંભીર મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવી શકાય, એવો ગંભીર આરોપ કોંગ્રેસે બુધવારે લગાવ્યો હતો. ભાજપ તેની રાજકીય વ્યૂહરચનાના ભાગ રૂપે જાતિ આધારિત અથવા સાંપ્રદાયિક તણાવ ‘રોજ ભડકાવી’ રહી છે, એમ પ્રદેશ કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે પત્રકારોને જણાવ્યું હતું.

સરકાર ધ્યાન ભટકાવવા માટે ‘વાહિયાત’ વિવાદોનું આયોજન કરી રહી છે, એમ રાજ્ય કોંગ્રેસના વડાએ જણાવ્યું હતું.
‘મહારાષ્ટ્ર સરકારે લોકોને એ ન કહેવું જોઈએ કે કયા સમયે માંસ ખાવું જોઈએ, કયા મસાલા કે મીઠાનો ઉપયોગ કરવો જોઈએ; તેમણે (સરકારે) આપણી વ્યક્તિગત ટેવો, લગ્ન પરંપરા કે આપણી વિચારસરણી પ્રક્રિયાને નિયંત્રિત કરવાના પ્રયાસ ન કરવા જોઈએ. આવી બાબતોનું આપણા રાજ્યમાં કોઈ સ્થાન નથી, પરંતુ આ સરકાર જાણી જોઈને આવું કરી રહી છે,’ એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: રાહુલ ગાંધીના દાવા પર ફડણવીસના પ્રતિકારને સપકાળે ‘ધ્યાન વિચલિત કરવાના ધમપછાડા’ ગણાવ્યા

‘કબૂતર (કબૂતર) જેહાદ’ ઉશ્કેરવાને બદલે, સરકારે પ્રધાન મંગલ પ્રભાત લોઢા પાસેથી કબૂતરોને રાખવા માટે એક મકાન લેવું જોઈએ અને પક્ષીઓ માટે હોસ્પિટલ બનાવવી જોઈએ, એમ તેમણે મુંબઈમાં કબૂતરખાના કે કબૂતરોને ચણ ખવડાવવાના સ્થળોને આરોગ્યના જોખમોને ધ્યાનમાં રાખીને બંધ કરવા જોઈએ કે કેમ તે અંગે ચાલી રહેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું.

લોઢા, જેમનો પરિવાર બાંધકામ વ્યવસાયમાં છે, તેમણે કબૂતરખાના પર સંપૂર્ણ પ્રતિબંધનો વિરોધ કર્યો છે. કબૂતરના મળ અને પીંછા ગંભીર શ્ર્વસન ચેપનું કારણ બને છે, એમ સપકાળે જણાવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે તેમના મિત્ર અને લેખક નરેન્દ્ર લાંજેવારનું આવા ચેપથી મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: ભાજપે ચૂંટણી પ્રક્રિયા ‘લૂંટી’, લોકશાહીનો નાશ કરવાની યુક્તિ: સપકાળ…

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન (સ્વ.) વિલાસરાવ દેશમુખે દરેક જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો સામનો કરવા માટે પ્રથમ પ્રતિભાવ આપનાર દળ તરીકે ‘દંગા કાબુ પથક’ની સ્થાપના કરી હતી, પરંતુ મુખ્ય પ્રધાન ફડણવીસે ‘દંગા કરો પથક’ની રચના કરી છે જે નાસિક, નાગપુર અને પુણે જેવા સ્થળોની મુલાકાત લઈને સામાજિક અશાંતિ ફેલાવે છે. હવે તેઓ મુંબઈમાં પણ એ જ કામ કરી રહ્યા છે, એવો આરોપ તેમણે લગાવ્યો હતો.

‘લોકો આ ‘કબુતર-જેહાદ’ પાછળનું સત્ય સમજી ગયા છે,’ એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ફડણવીસને ‘રાજ્યના અત્યાર સુધીના સૌથી લાચાર મુખ્ય પ્રધાન’ તરીકે પણ વર્ણવ્યા કારણ કે તેઓ બિનકાર્યક્ષમ પ્રધાનોને દૂર કરી શક્યા ન હતા.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button