શ્વાન સહિત પાળેલા પ્રાણીઓ સંબંધિત સમસ્યા માટે થાણેમાં યોજાયું સંમેલન

મુંબઈઃ થાણેની હાઉસિંગ સોસાયટીઓમાં પાળેલા પ્રાણીઓને લગતી અને ખાસ કરીને શ્વાનને લગતી સમસ્યાઓના મુદ્દે આજે થાણે જિલ્લામાં હાઉસિંગ સોસાયટીઓના ત્રણ દિવસના સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે. થાણેની આશરે 2 હજાર 500 હાઉસિંગ સોસાયટીઓએ ‘મહા અધિવેશન’ માટે નોંધણી કરાવી લીધી છે. અધિવેશનમાં આશરે 25 હજાર લોકો હાજર રહેવાની ધારણા છે એમ થાણા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ હાઉસિંગ ફેડરેશન લિમિટેડના પ્રમુખ સીતારામ રાણેએ થાણેમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
Also read: શોકિંગઃ 14 રખડતા શ્વાનને મારીને નાળામાં ફેંકી દેવાયા
પાળેલા પ્રાણીને લગતા મુદ્દાઓ રહેણાંક વિસ્તારમાં ટેંશન અને ઝઘડાનું તેમજ કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓનું કારણ બની રહ્યા છે. પશુ કલ્યાણ સંસ્થાઓની દખલગીરીને કારણે આવી સમસ્યાઓનાં નિરાકરણમાં મુશ્કેલીઓ ઊભી થાય છે એમ રાણેએ જણાવ્યું હતું. વિશેષરૂપે બાળકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી રાણેએ કહ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં શ્વાન કરડવાથી ગંભીર ઈજાઓ અને જાનહાનિ પણ થઈ છે.
(PTI)