મહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ટિપ્પણી: વિધાન પરિષદે નીલમ ગોર્હે પર વિશ્ર્વાસદર્શક ઠરાવ પસાર કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર વિધાનપરિષદે બુધવારે ધ્વનિ મતદાન દ્વારા એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં ઉપાધ્યક્ષ નીલમ ગોર્હે પર વિશ્ર્વાસ વ્યક્ત કરવામાં આવ્યો, જેમને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તેમની ટિપ્પણી બદલ વિપક્ષ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે.

ભાજપના એમએલસી પ્રવીણ દરેકરે વિધાનસભાના ઉપલા ગૃહમાં ગોર્હે અંગે વિશ્ર્વાસદર્શક પ્રસ્તાવ રજૂ કર્યો. અધ્યક્ષ રામ શિંદેએ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને તેને ધ્વનિ મત દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

આપણ વાંચો: ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વ્યર્થ અરજીઃ હાઇ કોર્ટે નાંદેડના નાગરિકને કર્યો દંડ

જોકે, શિવસેના (યુબીટી)ના એમએલસી અનિલ પરબે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે શિંદે દ્વારા આ મુદ્દા પર બોલવાનો તેમનો અધિકાર નકારવામાં આવ્યો છે.

કેટલાક શબ્દોની આપ-લે પછી, અધ્યક્ષ શિંદેએ ગૃહને પંદર મિનિટ માટે મુલતવી રાખ્યું હતું. શિંદેએ મંગળવારે ગોર્હે સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્ર્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે તે જરૂરી કાનૂની અને પ્રક્રિયાગત માળખાને પૂર્ણ કરતો નથી.

શિવસેના (યુબીટી)માં પોસ્ટ્સ માટે મર્સિડીઝ કાર અંગેના દાવા બાબતે ગોર્હેની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વિપક્ષ દ્વારા આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button