દીકરો હોય તો આવોઃ અમરાવતીમાં 80 વર્ષની ઉંમરે કરાવ્યા પિતાના બીજા લગ્ન…

અમરાવતીઃ મહારાષ્ટ્રનું અમરાવતી એક અનોખા લગ્નનું સાક્ષી રહ્યું હતું. આ લગ્ન એટલા માટે ખાસ રહ્યા હતા કારણ કે અહીં 80 વર્ષના એક વૃદ્ધે 65 વર્ષની વૃદ્ધા સાથે લગ્ન કર્યા હતા. ખાલી આ જ કારણ આ લગ્નને ખાસ નથી બનાવતા. આ લગ્નને ખાસ બનાવે છે આ લગ્ન કરાવનાર વ્યક્તિ. 80 વર્ષીય વૃદ્ધના દીકરાએ ખુદ પોતાના પિતાના લગ્ન કરાવ્યા હતા.
અંજનગાવ સુરજી તાલુકાના ચિંચોલી રહિનાપુર ખાતેની આ ઘટના છે. 80 વર્ષના વિઠ્ઠલ ખંડારેની પત્નીનું ત્રણ વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. વિઠ્ઠલ ખંદારેના પરિવારમાં ચાર દીકરા, વહુ, દીકરી, જમાઈન અને દોહિત્ર-પૌત્રનો સમાવેશ થાય છે. પત્નીના નિધન બાદ એકલતા કોરી ખાતા વિઠ્ઠલે પોતાને લગ્ન કરવા છે એવી ઈચ્છા દીકરા સાથે વ્યક્ત કરી હતી.
પિતાની આવી ઈચ્છા સાંભળીને પહેલાં તો દીકરા ચોંકી ગયા હતા, પણ આખરે તેઓએ પિતાની દુવિધા સમજીને લગ્ન માટે માટે મંજૂરી આપી હતી. ત્યાર પિતાનો એક પ્રોપર બાયોડેટા તૈયારી કરીને તેમણે તેમના માટે પાર્ટનરી શોધ શરૂ કરી હતી. વિઠ્ઠલ ખંદારેના લગ્ન અકોટ અકોલામાં રહેતી એક 65 વર્ષીય મહિલા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.
વિઠ્ઠલના સંતાનો સપરિવાર પોતાના 80 વર્ષીય પતિના બીજા લગ્નમાં સહભાગી થયા હતા. એટલું જ નહીં પણ પરિવારના સભ્યોએ લગ્નમાં ડાન્સ પણ કર્યો હતો. આ લગ્નમાં ચિંચોલી રહિમાપુરના ગામવાસીઓએ પણ ભાગ લીધો હતો. 8મી મેના યોજાયેલા લગ્નની ચર્ચા અમરાવતીમાં થઈ રહી છે.