મહારાષ્ટ્ર
પાલઘરમાં કોલેજની વિદ્યાર્થિની પર બળાત્કાર: યુવકની ધરપકડ

પાલઘર: પાલઘર જિલ્લામાં કોલેજની વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાના આરોપસર 30 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ વાડાના જંગલ વિસ્તારમાં ગુરુવારે રાતે આ ઘટના બની હતી. આરોપી અને પીડિતા એકબીજાને ઓળખતા હોઇ આરોપીએ પોતાની મોટરસાઇકલ પર પીડિતાને ઘર સુધી છોડવાની ઓફર કરી હતી.
જોકે આરોપી તેને ગારગાંવ ગામના જંગલ વિસ્તારમાં લઇ ગયો હતો, જ્યાં તેની મારપીટ કરી હતી અને ધમકાવીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
આ પણ વાંચો : પાલઘરમાં એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસુતિ કરાવવી પડી, જાણો ચોંકાવનારો બનાવ
આ ઘટના બાદ પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)