મહારાષ્ટ્ર

કૉલેજની વિદ્યાર્થિનીનું અપહરણ: નાકાબંધીમાં આરોપી પકડાયા

બીડ: કૉલેજથી ઘરે પાછી ફરી રહેલી વિદ્યાર્થિનીનું બે યુવાને કારમાં અપહરણ કર્યું હોવાની ઘટના બીડ જિલ્લાના ગવરાઈ શહેરમાં બની હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી નાકાબંધીમાં આરોપીઓને પકડી પાડ્યા હતા. એકતરફી પ્રેમમાં આ અપહરણનું કાવતરું ઘડાયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની બપોરે 12 વાગ્યાની આસપાસ પંચાયત સમિતિ ઑફિસ રોડ પર બની હતી. સગીર વયની વિદ્યાર્થિની કૉલેજથી ઘરે ચાલતી જતી હતી ત્યારે બે યુવાને તેને રોકી હતી. આરોપીઓએ વિદ્યાર્થિનીની કથિત મારપીટ કરી હતી અને પછી તેને જબરદસ્તી કારમાં બેસાડી હતી. બાદમાં કાર જાલના જિલ્લાના અંબાડ તહેસીલમાં શાહગડની દિશામાં ભગાવી મૂકી હતી.

આપણ વાચો: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અજાણ્યા બંદૂકધારીઓએ 18 મુસાફરોનું અપહરણ કર્યું

દરમિયાન વિદ્યાર્થિનીને જબરદસ્તીથી કારમાં બેસાડતી જોઈ રાહદારીઓ સતર્ક થઈ ગયા હતા. આરોપીઓને રોકવા આરોપીઓ આગળ વધ્યા હતા, પરંતુ આરોપીએ રાહદારીઓને કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને જે દિશામાં કાર ગઈ હતી ત્યાં ઠેકઠેકાણે નાકાબંધી કરવામાં આવી હતી. નાકાબંધીમાં પોલીસે આરોપીની કારને રોકી બન્નેને તાબામાં લીધા હતા.પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નવનીત કંવતે જણાવ્યું હતું કે આરોપીઓને પકડી પાડવા પોલીસની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. એકતરફી પ્રેમમાં આ ઘટના બની હોવાનું પ્રથમદર્શી જણાયું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button