મહારાષ્ટ્ર

આ તો ખરો ચિલ્લર ચોર નીકળ્યો ભાઈસાબ, દુકાનમાંથી કરી લાખોની ઉઠાંતરી…

દુકાનમાંથી ચિલ્લર ચોરી કરતો આરોપી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે.

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં દારૂની દુકાનો ચોરોના નિશાના પર છે. છેલ્લા બે અઠવાડિયામાં ચોરોએ દારૂની દુકાનોમાં ઘણા ગુનાઓ કર્યા છે. તાજેતરનો કિસ્સો 16 જૂનનો છે. અહીં એક ચોરે દારૂની દુકાનમાંથી 4 લાખ 87 હજાર રૂપિયાની રોકડ ચોરી લીધી હતી.

નવાઈની વાત એ છે કે 4 લાખ 87 હજારમાંથી 3 લાખ 75 હજાર રૂપિયાના ફક્ત સિક્કાઓ હતા. સીસીટીવી કેમેરાના આધારે પોલીસે રાજા ખાન નામના આરોપીને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરી રહી છે. તેની પાસેથી ચોરીનો કેટલોક સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: એટીએમમાંની રોકડ ચોરનારી ટોળકી પંજાબમાંથી પકડાઈ

સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે મોડી રાત્રે ચોર દારૂની દુકાનનું શટર વચ્ચેથી ઉંચુ કરીને અંદર ઘૂસ્યો હતો. અહીં તેણે દુકાનમાં રાખેલા પૈસા ચોરી લીધા, જેમાં 3.75 લાખ રૂપિયાના સિક્કા પણ હતા. દારૂની દુકાનમાં 30 થી 35 હજારના સિક્કાની જરૂર પડતી હોય છે, તેથી દુકાનદારે 5-10 અને 20 રૂપિયાના સિક્કાના અલગ-અલગ પેકેટ બનાવીને ખાનામાં રાખ્યા હતા.

સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ચોર રાત્રે 3:41 વાગ્યાથી 4:10 વાગ્યાની વચ્ચે અંદર જઈને ચોરી કરતો અને બહાર આવતો જોવા મળ્યો હતો. પોલીસે ફૂટેજના આધારે રાજા ખાનની ઓળખ કરી લીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button