મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં એનડીએને મળેલા ઝટકા મુદ્દે હવે મુખ્ય પ્રધાન શિંદેએ કરી નાખી મોટી આ વાત

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએએ સરકાર બનાવ્યા પછી પણ હજુ મહત્ત્વના રાજ્યમાંથી ભાજપ અને સાથી પક્ષોને મળેલી ઓછી બેઠક અંગે વિવિધ નેતાઓના નિવેદનો આવી રહ્યા છે, જે અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સચોટ નિવેદન આપ્યું હતું.

લોકસભાની ચૂંટણી દરમિયાન વિપક્ષના અતિઆત્મવિશ્વાસને કારણે અમારી નબળી તૈયારીઓનો ભરપુર ફાયદો ઉઠાવ્યો હતો. અમારા અમુક મતદારો તો મતદાન વખતે વેકેશન પર જતા રહ્યા અને તેમને લાગ્તું હતું કે ચૂંટણીમાં એનડીએ આરામથી 400થી વધુ બેઠક પર વિજયી નિવડશે. એની સામે વિપક્ષી મતદારોએ રસપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લગભગ 80 ટકા મતદાન કર્યું હતું.

જો અમારા 60 ટકા મતદારો પણ મતદાન કેન્દ્ર પર આવીને મતદાન કર્યું હોત તો આરામથી 40 સીટ જીતી શક્યા હોત. શિંદેએ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે કોંગ્રેસના કાર્યકાળમાં બોફોર્સ અને કોલસા કૌભાંડ થયા હતા, જ્યારે નરેન્દ્ર મોદીનું દસ વર્ષનું શાસન એકદમ ક્લિન રહ્યું. મોદી સરકારની સામે ભ્રષ્ટાચારનો કોઈ આરોપ પણ નથી, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : NDA VS I.N.D.I. Alliance: આવતીકાલની સ્પીકરની ચૂંટણી તોફાની બનશે

મહારાષ્ટ્ર લોકસભાની 48 બેઠકમાંથી ભાજપ સહિતના સાથી પક્ષોને 17 બેઠક મળી હતી, જ્યારે કોંગ્રેસ, શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના મળીને 30 બેઠક મળી હતી. આ અંગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં એનડીએને મળેલા ઝટકા માટે વફાદાર મતદારો વેકેશન પર જતા રહ્યા હોવા માટે જવાબદાર ગણાવ્યા.

અમારા મતદારોને લાગ્યું કે અમને આરામથી 400થી વધુ બેઠકો મળશે, તેથી વેકેશન પર જઈને રજાઓ મનાવવા નીકળી પડ્યા હતા. અને એનડીએના આ મતદારોની નબળાઈને વિપક્ષે પારખી લીધી અને તેઓ પોતાના મતદારોને એક કરવામાં સફળ રહ્યા હતા.

શિંદેના દાવાને ફડણવીસે આપ્યો ટેકો
મુંબઈમાં મહાયુતિના સહયોગી (ભાજપ, શિવસેના, એનસીપી) પક્ષોની એક સંયુક્ત રેલીને સંબોધતા ભાજપના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેના દાવાને ટેકો આપતા કહ્યું કે એનડીએના નેતાઓ ચૂંટણીના પ્રચાર દરમિયાન વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવેલા અસત્ય અંગે પર્યાપ્ત ધ્યાન આપ્યું નહોતું અને એને કાઉન્ટર કરવાનો પણ કોઈ પ્રયાસ કર્યો નહોતો. રેલીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વમાં શિવસેના, ભાજપ, એનસીપી સહિત અન્ય સાથી પક્ષના નેતાઓએ ભાગ લીધો હતો.

મહારાષ્ટ્ર લોકસભાની 48 બેઠક છે. ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ લોકસભાની ચૂંટણીમાં ફક્ત 17 સીટ જીત્યું હતું, જ્યારે કોંગ્રેસ, શરદ પવારની રાષ્ટ્રવાદી અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ની મહાવિકાસ આઘાડી (એમવીએ) 30 સીટ પર વિજય મેળવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button