એક કપ ચા માટે CM Shinde, Dy. CM. Fadanvis અને Raj Thackerayએ ચૂકવ્યા આટલા રૂપિયા…

મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલા દેશના તમામ મોટા નેતાઓ મતદારોને રિઝવવા કરોડો રુપિયા ખર્ચશે, પરંતુ નેતાઓને મનાવવા અને ચૂંટણી ઊભી રાખવાની મથામણ માટે પાર્ટીઓને પણ કરોડો રુપિયાનો ધુમાડો કરવો પડે છે. હાલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે શિંદે-ફડણવીસની સરકારમાં જોડાય એવી અટકળો ચાલી રહી છે ત્યારે તેમની મીટિંગની ચર્ચા ચોતરફ છે.
તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરેની મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં મુલાકાત થઈ હતી. લગભગ દોઢ કલાકથી વધુ ચાલેલી મંત્રણાનું શું પરિણામ આવ્યું એની ચર્ચા સાથે એ હોટેલના ભાડાં કરતા એક કપ ચાના કપ પાછળ કેટલો ખર્ચ થયો હશે એના પણ તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે.
તાજ હોટેલનો ઉલ્લેખ થતાની સાથે જ સૌથી પહેલી વાત સૌને આકર્ષિત કરે છે એ છે અહીંનું ફાઈવ સ્ટાર સ્ટાઈલમાં ભોજન, નવા-નવા વ્યંજન અને દાવત તેમજ ફાઈવ સ્ટાર ટ્રિટમેન્ટ. જોકે કિંમતની વાત કરવામાં આવે તો આ જગ્યાએ એક ચાની કિંમત સામાન્ય રીતે 550ની આસપાસ હોય છે અને કોફીની કિંમત 500-600ની વચ્ચે હોય છે. મોટી-મોટી સેલિબ્રિટીના હોટેલના ફોટોને જોઈ લોકો વિચારતા હોય છે કે શું આ હોટેલમાં ચા કે એક સમયનું ભોજન તેઓ અફોર્ડ કરી શકે એમ? ત્યારે
લોકસભા ચૂંટણીની જાહેરાત પછી રાજ્યમાં રાજકીય ઘટનાક્રમ ઝડપી થઈ ગયો છે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં આ દિવસોમાં ચર્ચા છે કે રાજ ઠાકરે એનડીએમાં સામેલ થશે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતા રાજ ઠાકરેએ હાલમાં જ દિલ્હીના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી બાદમાં ફાઈવ સ્ટાર હોટેલ તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુલાકાત કરી હતી. આ બેઠકમાં અંદાજે દોઢ કલાક સુધી ચર્ચા ચાલી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું