મહારાષ્ટ્ર

કૃષિ ક્ષેત્રમાં મૂડી રોકાણ વધારવાની જરૂર છે, મુખ્ય પ્રધાન ફડણવીસ કહે છે; જૂથ ખેતીની ભલામણ કરી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રમાં મૂડી રોકાણ વધારવાની આવશ્યકતા છે, જે હાલમાં પાકના નુકસાન, ઓછી ઉપજ અને વધુ વરસાદની ઘટનાઓને પગલે આપવામાં આવતા રાહત અને પુનર્વસન પગલાંથી આગળ વધવું જોઈએ.

તેમણે એમ પણ કહ્યું હતું કે, કૃષિલાયક જમીન સંકોચાઈ જવાને કારણે નફાકારકતા ઘટી રહી છે, જેના કારણે યાંત્રિક ખેતી પસંદ કરવા માગતા લોકો માટે તે અશક્ય બની રહ્યું છે.

‘આપણા ખેતી સંદર્ભે વિચાર રાહત અને પુનર્વસનથી આગળ વધવી જોઈએ. દર વર્ષે, રાજ્ય સરકાર ખેડૂતોને પાકના નુકસાન, ઓછી ઉપજ, વધુ વરસાદ વગેરે માટે મદદ પૂરી પાડવા માટે 10-15,000 કરોડ રૂપિયા આપે છે. તે જ સમયે, કૃષિ ક્ષેત્રમાં કોઈ રોકાણ થઈ રહ્યું નથી. નાનાજી દેશમુખ કૃષિ સંજીવની યોજના, સ્માર્ટ યોજના જેવી યોજનાઓ દ્વારા, અમે ખેતીમાં મૂડી રોકાણ વધારવાનું લક્ષ્ય રાખીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.

આ પણ વાંચો: મહારાષ્ટ્રનું અર્થતંત્ર 7.3 ટકાના દરે 2024-25 માં રહેવાનો અંદાજ: કૃષિ ક્ષેત્રનો વિકાસદર 8.7 ટકા રહેશે…

‘મૂડી રોકાણમાં વધારો ખેડૂતોને સશક્ત બનાવશે. ખેતી નફાકારક ન રહેવાનું એકમાત્ર કારણ સગાસંબંધીઓમાં વહેંચણી દ્વારા ખેતીની જમીનનું સંકોચન છે. લગભગ 75 ટકા ખેડૂતો જમીનના નાના પ્લોટના માલિકો છે. જો કોઈ નાનો જમીન માલિક યાંત્રિક ખેતી કરવા માગે, તો ઊંચા ઇનપુટ ખર્ચને કારણે તે તેના માટે શક્ય બનશે નહીં, એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

જોકે, ગ્રુપ ફાર્મિંગમાં રોકાણ માટે ક્ષમતા નિર્માણમાં વધારો કરશે, એમ તેમણે અહીં પાણી ફાઉન્ડેશનના ‘સત્યમેવ જયતે ખેડૂત કપ-2024’ એવોર્ડ સમારોહમાં બોલતા કહ્યું.

કેપીએમજીના અહેવાલ મુજબ, ગ્રુપ ફાર્મિંગમાં ઇનપુટ ખર્ચ ઘટ્યો અને ઉત્પાદનમાં વધારો થયો છે. આમ ટૂંકમાં, આપણે ગ્રુપ ફાર્મિંગની મદદથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવી શકીએ છીએ. રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરશે, એમ તેમણે કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button