અજિતદાદા તમે ચોક્કસ એક દિવસ મુખ્ય પ્રધાન બનશો: ફડણવીસ
નાગપુર: એનસીપી પ્રમુખ અજિત પવારને છેલ્લા કેટલાક દિવસોથી વિપક્ષ દ્વારા ‘કાયમી નાયબ મુખ્ય પ્રધાન’ કહીને ચીડવવામાં આવતા હતા તેનો જવાબ આપતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરવારે કહ્યું હતું કે, ‘અજિતદાદા, લોકો તમને કાયમી નાયબ મુખ્ય પ્રધાન કહે છે, પરંતુ હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે એક દિવસ મુખ્ય પ્રધાન બનશો.’
ઈવીએમ એટલે દરેક મત મહારાષ્ટ્ર માટે, પવાર સાહેબે તેના પર શંકા વ્યક્ત કરતાં આશ્ર્ચર્ય થયું: દેવેન્દ્ર ફડણવીસ
નાગપુર: વિધાનસભાની ચૂંટણીમાં અમારી જીત પર હવે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, વિપક્ષોએ ઈવીએમનું બનાવટી નેરેટિવ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે, પરંતુ ઈવીએમની સાથે વીવીપેટ પણ હતું. તમારો મત તેના પર પ્રદર્શિત થાય છે. તેથી વિપક્ષના આરોપોનો કોઈ અર્થ નથી. શરદ પવારે આ પહેલાં ક્યારેય ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો ન હતો, હવે તેમણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો : યે અંદર કી બાત હૈ.. કોણે અજિત પવારને ‘નોટ રિચેબલ’ થવાની સલાહ આપી અને શા માટે?
તેમણે કહ્યું હતું કે ઈવીએમ એટલે મહારાષ્ટ્ર માટે દરેક મત (એવરી વોટ ફોર મહારાષ્ટ્ર) અને હવે તેના પર શંકા કરવી એ બંધારણીય સંસ્થાઓનો અનાદર હશે. જ્યારે અમને લોકસભામાં ઓછી બેઠકો મળી ત્યારે અમને ઈવીએમ પર શંકા નહોતી. પરંતુ વિપક્ષ હવે ઈવીએમ વિશે ખોટી વાતો ફેલાવી રહ્યો છે.
પવાર સાહેબે ક્યારેય ઈવીએમનો મુદ્દો ઉઠાવ્યો નથી, પરંતુ આ વખતે તેમણે મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે નાના રાજ્યો અમને આપે છે અને મોટા છીનવી લે છે. મને પવાર સાહેબની નવાઈ લાગે છે. પવારે ક્યારેય ઈવીએમ પર ટિપ્પણી કરી નથી, પરંતુ આ વખતે તેઓ પણ બોલ્યા. હવે તો ઓમર અબ્દુલ્લા અને મમતા બેનર્જીએ પણ કહ્યું છે કે ઈવીએમ પર વાત ન કરો. તમે જ્યાં હાર્યા ત્યાં જાઓ અને લોકોની ઉશ્કેરણી કરો લોકશાહીમાં આ દાદાગીરી સહન કરવામાં આવશે નહીં.