રમતાં રમતાં પાણીની ટાંકીમાં પડી ગયેલા બાળકનું મૃત્યુ

પાલઘર: હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં રમતાં રમતાં પાણીની ખુલ્લી ટાંકીમાં પડી ગયેલા છ વર્ષના બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની કરુણ ઘટના પાલઘર જિલ્લામાં બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારે ઉમરોલીના શાલિગ્રામ વિસ્તારમાં બની હતી. છ વર્ષનો બાળક ઘર નજીક રમતો હતો. રમતાં રમતાં તે અકસ્માતે પાણી ભરેલી ખુલ્લી ટાંકીમાં પડી ગયો હતો.
આપણ વાંચો: બિલ્ડિંગની પાણીની ટાંકીમાં પડેલા બાળકનું ડૂબી જવાથી મૃત્યુ
ખાસ્સો સમય વીત્યા છતાં બાળક ઘરે પાછો ન ફરતાં માતા તેને શોધવા નીકળી હતી. કૉમ્પ્લેક્સમાં બધે શોધખોળ કરવા છતાં બાળકની કોઈ ભાળ મળી નહોતી. આખરે વડીલોએ બાળક ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
પોલીસે તાત્કાલિક બાળકની શોધ હાથ ધરી હતી. શોધખોળ દરમિયાન બાળક પાણીની ટાંકીમાં પડી ગયો હોવાનું માલૂમ પડ્યું હતું.
કૉમ્પ્લેક્સની પાણીની ટાંકી ખુલ્લી જ હતી. ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક રહેવાસીઓની મદદથી બાળકના મૃતદેહને ટાંકીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (પીટીઆઈ)