બિલ્ડિંગની પાણીની ટાંકીમાં પડેલા બાળકનું ડૂબી જવાથી મૃત્યુ
![Child dies of drowning in building's water tank](/wp-content/uploads/2025/02/Child-dies-of-drowning-in-buildings-water-tank.webp)
થાણે: થાણેના હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ઇમારતની પાણીની ટાંકીમાં અકસ્માતે પડેલા ત્રણ વર્ષના બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. થાણેના ઘોડબંદર રોડ પર હાઉસિંગ કોમ્પ્લેક્સમાં મંગળવારે બપોરના આ ઘટના બની હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
મહિલા તેના બાળકને લઇ મંગળવારે સંબંધીના ઘરે ગઇ હતી. બાળક ઇમારતના પરિસરમાં રમી રહ્યું હતું ત્યારે અકસ્માતે તે પાણીની ટાંકીમાં પડ્યું હતું અને ડૂબી ગયું હતું.
આપણ વાંચો: Gujarat ના આણંદમાં મહિસાગર નદીમાં ડૂબી જવાથી ચાર લોકોના મૃત્યુ
કાસારવડવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઇમારતના પરિસરમાં બાળક નજરે ન પડતાં પરિવારના સભ્યોએ તેની શોધ ચલાવી હતી. આખરે બાળક પાણીની ટાંકીમાંથી મળી આવ્યું હતું. બાળકને ટાંકીમાંથી બહાર કાઢ્યા બાદ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યું હતું.
બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ કાસારવડવલી પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરી તપાસ આદરી હતી. (પીટીઆઇ)