મહારાષ્ટ્ર

નાશિકની જાણીતી હોટેલના પાર્કિંગ ઍરિયામાં કારે અડફેટમાં લેતાં બાળકનું મોત

નાશિક: નાશિક શહેરની જાણીતી હોટેલના પાર્કિંગ ઍરિયામાં રમી રહેલા ચાર વર્ષના બાળકને કારે અડફેટમાં લેતાં તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થયેલા કારના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરીને પોલીસે તેની શોધ આદરી હતી.
મુંબઈ-આગ્રા નેશનલ હાઇવે પર પાથર્ડી ફાટા વિસ્તાર નજીક આવેલી હોટેલમાં બુધવારે સાંજે આ અકસ્માત થયો હતો.
બાળકના પિતા ડ્રાઇવર છે અને તે બુધવારે સાંજે કેટલાક ગ્રાહકોને કારમાં હોટેલ ખાતે લઇ આવ્યો હતો. બાળક પણ તેના પિતા સાથે અહીં આવ્યો હતો.

હોટેલમાં આવ્યા બાદ પિતાની કારમાંથી બાળક બહાર આવ્યો હતો અને પાર્કિંગ ઍરિયામાં રમવા લાગ્યો હતો.
દરમિયાન પિતા કાર પાર્ક કરવા માટે ગયા ત્યારે બીજી વ્યક્તિ ત્યાં આવી હતી અને પોતાની કાર બહાર કાઢી રહી હતી ત્યારે તેણે બાળકને અડફેટમાં લીધો હતો. અકસ્માત બાદ કારનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો : નાશિકમાં કન્ટેઈનરે રિક્ષાને ટક્કર મારતા ત્રણનાં મોત

અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા બાળકને તેના પિતા અને હોટેલના સિક્યુરિટી ગાર્ડ હોસ્પિટલમાં લઇ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.

અકસ્માતની જાણ થતાં ઇન્દિરાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ આદરી હતી. પોલીસે આ પ્રકરણે ફરાર કાર ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધ આદરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button