છત્રપતિ સંભાજીનગરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા માટે સર્વે હાથ ધરાશે
છત્રપતિ સંભાજીનગરઃ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચાર અને ભારતમાં વધતી ઘૂસણખોરીનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં છે ત્યારે આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પણ બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે.
આ મુદ્દે આજે મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટે કહ્યું હતું કે રાજ્યના છત્રપતિ સંભાજીનગરમાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને શોધી કાઢવા માટે જિલ્લા, નાગરિક સત્તાવાળાઓ અને પોલીસની મદદથી એક સર્વે હાથ ધરવામાં આવશે.
અહીં પત્રકારો સાથે વાત કરતા જિલ્લાના પાલક મંત્રી શિરસાટે જણાવ્યું હતું કે સત્તાવાળાઓ ગેરકાયદે રીતે આધાર કાર્ડ, મતદાર આઈડી અને અન્ય દસ્તાવેજો મેળવનાર બાંગ્લાદેશીઓને શોધી કાઢશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : સૈફના નહીં પણ બાંગ્લાદેશી હુમલાખોરનો કેસ લડવા બે વકીલો વચ્ચે ઝપાઝપી બોલો
તેમણે કહ્યું હતું કે આગામી અઠવાડિયે પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજવામાં આવશે અને આવા (બાંગ્લાદેશી) નાગરિકોને શોધવા માટે એક સર્વે હાથ ધરવામાં આવશે.
રાયગઢ અને નાશિક માટે પાલક પ્રધાનોની નિમણૂક પર સ્ટે આપવા અંગે પૂછવામાં આવતા શિરસાટે જણાવ્યું હતું કે કેટલાક પ્રધાનો આ ફાળવણીથી નાખુશ હતા, અને તેઓએ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફરિયાદ કરી હતી. દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લઈ રહેલા મુખ્ય પ્રધાન ૨૨ જાન્યુઆરીએ પરત ફરશે અને નિર્ણય લેશે.
(પીટીઆઈ)