મહારાષ્ટ્ર

Happy Birthday: ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગથી લઈને બૉલીવુડ સ્ક્રીપ્ટ્સ સુધીની સફર ખેડી છે આ સેલિબ્રિટીએ

જેમની નવલકથાઓ પરથી બનતી ફિલ્મો લગભગ સફળતા જ પામે તેવી છાપ ધરાવતા હિન્દી ભાષાના માતબર લેખક ચેતન ભગત (Chetan Bhagat)નો આજે જન્મદિવસ છે. પંજાબી હિન્દુ પરિવારમાં જન્મેલા ચેતનને બાળપણથી જ લેખન પ્રત્યે રસ હતો. શાળાના મેગેઝીનમાં અભ્યાસ દરમિયાન જ સાહિત્યિક લેખ લખતાં હતા. IIT દિલ્હી ખાતેથી બી.ટેકની ડિગ્રી મેળવી સ્નાતક થયા. ત્યારબાદ IIMA અમદાવાદ ખાતેથી MBAની ડીગ્રી મેળવી હતી. ત્યારબાદ કેનેડા અને હોંગકોંગ ખાતે જોબ કરી હતી.

આ પણ વાંચો:
વધી બોલીવૂડની આ એક્ટ્રેસની મુશ્કેલીઓ, Supreme Courtએ આપ્યો ઝટકો…

હોંગકોંગના સમય દરમિયાન તેમણે પ્રથમ નવલકથા “Five Point Someone” લખી. જેના પરથી બોલિવુડની સફળ ફિલ્મ ‘3 Idiots” બની હતી. પ્રથમ નવલકથાની સફળતા બાદ તેમણે બીજી નવલકથા “One Night @ the Call Center” લખી. તે પણ ખૂબ સફળ થયેલી અને પ્રકાશનના ત્રણ જ દિવસમાં તેની 50 હજાર કોપી વેંચાઈ હતી. જેના પરથી “Hello” ફિલ્મ બનાવવામાં આવી હતી.


આ પણ વાંચો:
Badshahની Begum બનશે આ પાકિસ્તાની અભિનેત્રી? ફરી બન્નેના ફોટા થયા વાયરલ

2009માં સંપૂર્ણપણે કારકિર્દી લેખનમાં બનાવવાની નેમ સાથે બેંકિંગ ક્ષેત્રની જોબ છોડી દીધી અને તેમની ત્રીજી નવલકથા “The 3 Mistakes of My Life” લખી. જેના પરથી “Kai Po Che” ફિલ્મ બની હતી. તેમની ચોથી નવલકથા “2 States” તેમણે તેમના પત્નીથી થયેલા પ્રેમ અને તેના માટેની અડચણોને આલેખે દર્શાવે છે. તેમની લવસ્ટોરી પણ મસ્ત છે. પંજાબી અને તમિળ પરિવારોનું લગ્ન માટે રાજી થવું શકય ન હતું, પણ બન્નેએ આ અશક્યને શક્ય કરી નાખ્યું. ચેતન અને અનુષાની લવસ્ટોરીનું ડેસ્ટિનેશન બન્યું આપણા અમદાવાદનું આઈઆઈએમ. બન્નેને એકબીજાની સાદગી ગમી અને પ્રેમ થયો. પરિવારને મનાવવામાં સમય ગયો. હાલમાં અનુષા હજુ બેંકની નોકરી કરી ખુશ છે જ્યારે ચેતને અલગ રસ્તો પકડ્યો. બન્નેને ટ્વીન્સ શ્યામ અને ઈર્શાન નામના પુત્રો છે.

તેમની અન્ય નવલકથાઓ “Revolution 2020”, “Half Girlfriend”, “One Indian Girl”, “The Girl in Room 105”, “One Arranged Murder”, “400 days” વગેરે પણ ખૂબ જ સફળતા પામી. ચેતન ભગત એક સારા યુટ્યુબર પણ છે. તેઓ Deeptalk with chetan bhagat નામે પોડકાસ્ટ શો પણ ચલાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો