મહારાષ્ટ્ર

આયર્ન ટેબ્લેટ્સ વધુ પડતી લેવાને કારણે 19 વિદ્યાર્થી હૉસ્પિટલમાં…

ચંદ્રપુર: માર્ગદર્શન વિના એન્ટિ-એનિમિયા ટેબ્લેટ્સના વધુપડતા ડોઝ લેવાને કારણે સ્વાસ્થ્ય લથડતાં ચંદ્રપુરની જિલ્લા પરિષદની શાળાના 19 વિદ્યાર્થીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

અધિકારીના જણાવ્યા મુજબ ઘટના બુધવારે ભદ્રાવતી તહેસીલના ભામદેલી ગામમાં આવેલી શાળામાં બની હતી. આ ઘટનાની તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓને દર સોમવારે આયર્ન (લોહતત્ત્વ)ની ટેબ્લેટ્સ આપવામાં આવે છે. જોકે મંગળવારે શિક્ષકની ગેરહાજરીમાં જિલ્લા પરિષદની શાળાના અમુક વિદ્યાર્થીઓએ વધુપડતી દવા લીધી હોવાનું અધિકારીનું કહેવું છે.

શાળાના 19 વિદ્યાર્થીને બુધવારની રાતે ઊબકા અને ચક્કર આવતાં માંડતાં તેમનું સ્વાસ્થ્ય ઘણું જ નબળું પડવા લાગ્યું હતું. શાળા પ્રશાસન દ્વારા એમ્બ્યુલન્સ બોલાવીને વિદ્યાર્થીઓને ચંદ્રપુરની ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એવું જિલ્લા પરિષદના ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસર અશોક કતારેએ જણાવ્યું હતું.

ડૉક્ટરોના કહેવા અનુસાર ઉપચાર પછી 16 વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય સુધારા પર છે. ત્રણને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
જિલ્લા પરિષદના એક્ઝિક્યુટિવ ઑફિસર પુલકિત સિંહે આ મામલે ઉચ્ચ સ્તરની તપાસનો આદેશ આપ્યો હતો. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button