મહારાષ્ટ્ર

ચૂંટણી અને ઈવીએમ વિરુદ્ધ ખોટા દાવા કરનારા બરતરફ પોલીસ અધિકારી સામે ગુનો નોંધાયો

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ અને ઈવીએમ વિશે ખોટાં નિવેદનો કરવા પ્રકરણે બીડ પોલીસે બરતરફ પોલીસ સબ-ઈન્સ્પેક્ટર (પીએસઆઈ) રણજિત કાસલે વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કર્યો હતો, એમ વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના શકમંદ વાલ્મિક કરાડને પતાવી નાખવાનો કોન્ટ્રાક્ટ તેને આપવામાં આવ્યો હતો, એવો દાવો કરનારા પીએસઆઈ કાસલેને સરકારે તાજેતરમાં પોલીસ સેવામાંથી બરતરફ કર્યો હતો. આ પ્રકરણે તેની વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવ્યો હતો.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેર : ઓમરની વાત સાચી, ઈવીએમ પર દોષારોપણ ક્યાં સુધી?

હવે ચૂંટણી અધિકારીની ફરિયાદને આધારે કાસલે વિરુદ્ધ ફરી ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવામાં આવ્યો છે. ગયા વર્ષના નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી પછી બીડના પરળી વિધાનસભા ક્ષેત્ર માટે ઉપયોગમાં લેવાયેલાં ઈલેક્ટ્રોનિક વૉટિંગ મશીન (ઈવીએમ), વીવીપેટ અને ક્ધટ્રોલ યુનિટ્સ સ્ટ્રોન્ગ રૂમમાં રાખવામાં આવ્યાં હતાં, એવું એફઆઈઆરમાં જણાવાયું છે.

18 એપ્રિલે ચૂંટણી અધિકારીને એક વીડિયો મળ્યો હતો, જેમાં કાસલેએ દાવો કર્યો હતો કે વિધાનસભાની ચૂંટણીઓમાં ઈવીએમથી દૂર રહેવા અને મશીન સાથે કોઈ ચેડાં જણાય તો ચૂપ રહેવા માટે તેને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

આપણ વાંચો: એકસ્ટ્રા અફેરઃ ઓમરની વાત સાચી, ઈવીએમ પર દોષારોપણ ક્યાં સુધી?

આ વીડિયોમાં કાસલેએ એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણીઓ આ રીતે જીતવામાં આવી હતી. કાયદાની સમજ હોવા છતાં કાસલે આવું નિવેેદન કરીને ચૂંટણી પંચની બદનક્ષી કરી હતી, જેને પગલે ફરિયાદ કરાઈ હતી. ફરિયાદને આધારે પરળી શહેર પોલીસે શનિવારે કાસલે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પહેલાં શુક્રવારે બીડની શિવાજી નગર પોલીસે બીજી એપ્રિલે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મૂકવા બદલ એસસીએસટી ઍક્ટ હેઠળ કાસલેની ધરપકડ કરી હતી. (પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button