કેમલિનના સ્થાપક સુભાષ દાંડેકરનું 86 વર્ષની વયે નિધન

સ્ટેશનરી બ્રાન્ડ કેમલિનના સ્થાપક સુભાષ દાંડેકરનું સોમવારે, 15 જુલાઈ, 2024 ના રોજ નિધન થયું હતું, તેમના પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ. તેઓ 86 વર્ષના હતા. દાંડેકર છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને હિન્દુજા હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.
દાંડેકરે ઉચ્ચ-ગુણવત્તાવાળી પેઇન્ટિંગ સામગ્રીના ઉત્પાદન થકી કેમલિનને ટોચની બ્રાન્ડ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના નેતૃત્વ હેઠળ, કેમલિને ઓફિસ સપ્લાય, વ્યાવસાયિક કલાકાર સાધનો અને ગણિતના સાધનો, પેન્સિલો, માર્કર અને શાહી જેવી શૈક્ષણિક વસ્તુઓનું ઉત્પાદન પણ શરૂ કર્યું હતું. તેમના પરિવારમાં પુત્ર આશિષ અને પુત્રી અનગા છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને , દાંડેકરને દાદા ગણાવ્યા હતા જેમણે મરાઠી ઔદ્યોગિક ક્ષેત્રને નોંધપાત્ર ઓળખ અપાવી. તેમણે રોજગાર આપીને હજારો યુવાનોના જીવનમાં રંગ ઉમેર્યો. તેમણે મૂલ્યોની જાળવણીને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું હતું.. તેઓ હંમેશા આગ્રહ રાખતા હતા કે શ્રમને ગૌરવ મળવું જોઈએ,” એમ તેમણે કહ્યું હતું. દાંડેકર સામાજિક જાગૃતિ, કલા અને ઉદ્યોગસાહસિકતામાં યોગદાન માટે જાણીતા હતા. તેમને ગેમ ચેન્જર્સ ઓફ મહારાષ્ટ્ર એવોર્ડ અને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળ્યા હતા.
આ પણ વાંચો : અફવા કે હકીકત? મુંબઈ મેટ્રો 3નો પ્રથમ તબક્કો 24 જુલાઇથી શરૂ થશે
સુભાષ દાંડેકરે ગ્લાસગોમાં રંગ રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. પાછા ફર્યા પછી, તેમણે એક લેબ બનાવી અને ભારતીય બજારને અનુરૂપ રંગો તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. 1962 માં તેમણે આર્ટ માર્કેટમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 1990 થી 1992 સુધી મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પણ હતા.