9,858 કરોડ રૂપિયાના ખર્ચે પુણે મેટ્રોના વિસ્તરણને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હી: મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા, કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર પર ભેટોનો વરસાદ શરૂ કરી દીધો છે. બુધવારે કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રની બે યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે બુધવારે પુણે મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણ માટે 9,858 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપી છે, એમ દેશના માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-2 હેઠળ લાઇન 4 (ખરાડી-હડપસર-સ્વારગેટ-ખડકવાસલા) અને લાઇન 4અ (નળ સ્ટોપ-વારજે-માણિક બાગ)ને મંજૂરી આપી હતી.
લાઇન 2અ (વનાઝ-ચાંદની ચોક) અને લાઇન 2ઇ (રામવાડી-વાઘોલી/વિઠ્ઠલવાડી)ને મંજૂરી આપ્યા પછી, ફેઝ-2 હેઠળ મંજૂર કરાયેલ આ બીજો મોટો પ્રોજેક્ટ છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારે બદલાપુર-કર્જત સેક્શન પર મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ હેઠલ બદલાપુરથી કર્જત વચ્ચે ત્રીજી અને ચોથી લાઈન નાખવામાં આવશે અને તેને કારણે પ્રવાસીઓની સુવિધામાં ખાસ્સો વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આપણ વાંચો: રાબડી દેવીને સરકારી બંગલો ખાલી કરાવવા મુદ્દે આરજેડી લડી લેવાના મૂડમાં, કહ્યું બંગલો ખાલી નહીં થાય…



