વિકસિત ભારત બનાવવા માટે વિકસિત મહારાષ્ટ્રનો રોડમેપ નક્કી કરતું બજેટ: અજિત પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશોની હરોળમાં લઈ જવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર પણ આ માટે તૈયાર છે. તેનું પ્રતિબિંબ રાજ્યના બજેટમાં ચોક્કસપણે દેખાય છે.
આ બજેટ વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત મહારાષ્ટ્રનો રોડમેપ નક્કી કરે છે, એમ નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવારે આજે 2025-26 માટેના બજેટ પરની સામાન્ય ચર્ચાના જવાબમાં મહારાષ્ટ્રના સંતુલિત વિકાસને પ્રાપ્ત કરવાની ક્ષમતા હોવાનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે રાજ્યના બજેટને સોમવારે મંજૂરી આપી દેવામાં આવી હતી.
આપણ વાંચો: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ મળ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…
મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. મહારાષ્ટ્રે લાંબા સમયથી દેશની પ્રગતિમાં સિંહફાળો ભજવ્યો છે, એમ જણાવતાં પવારે એવી પણ ખાતરી આપી હતી કે મહારાષ્ટ્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપણા દેશ માટે નિર્ધારિત લક્ષ્યોને સાધ્ય કરવામાં પાછળ રહેશે નહીં.
આપણ વાંચો: ગુજરાતના ખેડૂતોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલ સંબોધન, ૨.૫0 લાખથી વધુ ખેડૂતો જોડાશે…
અમે આ બજેટ દ્વારા મહારાષ્ટ્ર બીજા કોઈપણ રાજ્યો કરતાં વધુ યોગદાન આપે તે સુનિશ્ર્ચિત કરવાનો નિષ્ઠાવાન પ્રયાસ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ જ કારણ છે કે ‘વિકસિત ભારત, વિકસિત મહારાષ્ટ્ર’ આ બજેટનો મુખ્ય વિષય છે.
અજિત પવારે ભૂતકાળની યોજનાઓ અંગે કહ્યું હતું કે, સમયાંતરે બધી યોજનાઓની સમીક્ષા કરવામાં આવે છે. જૂની થઈ ગયેલી યોજનાઓ બંધ કરવી પડશે. અમે કોવિડ દરમિયાન કેટલીક યોજનાઓ અને છૂટછાટો શરૂ કરી છે. કોવિડ સમાપ્ત થયા પછી તેમને બંધ કરવી પડી હતી. ક્યારેક, કેન્દ્ર સરકાર એક નવી યોજના લઈને આવે છે જે રાજ્યની યોજના જેવા જ લાભો આપે છે. યોજનાનું ડુપ્લિકેશન ટાળવા અને રાજ્યના ખર્ચ બચાવવા માટે પણ યોજનાઓ બંધ કરી દેવામાં આવે છે.