મહારાષ્ટ્ર

મધદરિયે બોટ ઊંધી વળતાં એકનું મોત: 11 જણને ઉગારી લેવાયા

પાલઘર: કન્સ્ટ્રક્શન મટીરિયલ લઈ જતી બોટ મધદરિયે ઊંધી વળતાં ડૂબી જવાથી એકનું મોત નીપજ્યું હતું, જ્યારે 11 જણને બચાવી લેવાયા હોવાની ઘટના પાલઘર જિલ્લા નજીક બની હતી.

વસઈના તહેસીલદાર અવિનાશ કોશ્તીએ જણાવ્યું હતું કે ઘટના રવિવારની સાંજે બની હતી. જોકે બોટ ઊંધી વળવાને કારણે ડૂબી ગયેલા 30 વર્ષના યુવાનનો મૃતદેહ મંગળવારની સવારે મળી આવ્યો હતો.


અર્નાળા જેટ્ટીથી કન્સ્ટ્રક્શન મટીરિયલ લઈને નીકળેલી બોટ રવિવારની સાંજે 7.30 વાગ્યે મધદરિયે ઊંધી વળી ગઈ હતી. તે સમયે બોટમાં 12 જણ હતા. સ્થાનિક માછીમારો, પોલીસ અને બંદર વિભાગના જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા હતા. 11 જણને ઉગારી લેવાયા હતા, જ્યારે એક યુવાન ગુમ હતો.

આ પણ વાંચો :પાલઘરમાં ગુડ્સ ટ્રેનનું ડિરેલમેન્ટઃ મુંબઈ-સુરત ટ્રેન વ્યવહાર ખોરવાયો

સર્ચ ઑપરેશનમાં સોમવારની સાંજે હેલિકૉપ્ટરની પણ મદદ લેવામાં આવી હતી. આખરે મંગળવારની સવારે સંજય મુકનેનો મૃતદેહ મળ્યો હતો. આ પ્રકરણે અર્નાળા પોલીસે એડીઆર નોંધ્યો હતો.


ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ વિવેકાનંદ કદમે જણાવ્યું હતું કે બોટમાં કન્સ્ટ્રક્શન મટીરિયલ લઈ જવાઈ રહ્યું હતું. બીજી બોટ સાથે ટકરાવાને કારણે આ બોટ ઊંધી વળી હોવાનું જાણવા મળ્યું હતું. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button