મુસ્લિમો પ્રત્યેની ભાજપની ‘ચિંતા’ ઝીણાને શરમાવશે: ઉદ્ધવ ઠાકરે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કહ્યું કે વક્ફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન ભાજપ અને તેના સાથી પક્ષો દ્વારા દર્શાવવામાં આવેલી મુસ્લિમ સમાજની ‘ચિંતા’ પાકિસ્તાનના સ્થાપક મુહમ્મદ અલી ઝીણાને પણ શરમાવશે.
લોકસભામાં વક્ફ બિલ પસાર થયાના કલાકો પછી, અહીં એક પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું હતું કે, તેમની પાર્ટીએ બિલ પર ભાજપના કપટી વલણ અને જમીન છીનવીને તેના ઉદ્યોગપતિ મિત્રોને આપવાની તેની ચાલાકીનો વિરોધ કર્યો હતો.
આપણ વાંચો: વક્ફ બિલ મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ પોતે કરી સ્પષ્ટતા, અમુક સુધારા સારા પણ…
ભાજપના ભૂતપૂર્વ સાથી પક્ષના નેતા ઠાકરેએ કહ્યું કે, ભાજપ કેન્દ્રમાં ત્રીજી મુદત જીતી ગઈ છે અને વસ્તુઓ સારી રીતે ચાલી રહી છે, છતાં તે હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓ ઉઠાવી રહી છે.
તેમણે ભગવા પક્ષને પડકાર ફેંક્યો કે જો તેને મુસ્લિમો પસંદ ન હોય તો તે તેના પક્ષના ધ્વજમાંથી લીલો રંગ દૂર કરે. ઠાકરેએ એમ પણ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને યુએસ ટેરિફના તોળાઈ રહેલા ભય અને તેને ઘટાડવા માટે લેવામાં આવી રહેલા પગલાં વિશે જણાવવું જોઈતું હતું.