બીડમાં ભાજપના કાર્યકરની હત્યા: આરોપી પકડાયો | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

બીડમાં ભાજપના કાર્યકરની હત્યા: આરોપી પકડાયો

છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લાના માંજલગાવ ખાતે મંગળવારે ભાજપના કાર્યકરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.

ગુનો આચર્યા બાદ આરોપી શંકર ફપલે બપોરે માંજલગાવ પોલીસ સ્ટેશનમાં જઇ આત્મસમર્પણ કર્યું હતું.

આ પણ વાંચો: થાણેના મંદિરમાં મહિલાનો વિનયભંગ કરવા બદલ ભાજપના કાર્યકર સામે ગુનો

પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે કે અનૈતિક સંબંધને લઇ થયેલા ઝઘડાને કારણે ભાજપના કાર્યકર બાબાસાહેબ આગે (36)ની હત્યા કરવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ સૂર્યતલે જણાવ્યું હતું કે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેની સામે ગુનો દાખલ કરાયો છે.

(પીટીઆઇ)

Back to top button