ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ અકોલામાં 11 પદાધિકારીઓને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા

અકોલા: ભાજપે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં એક જિલ્લા પરિષદના સભ્ય સહિત 11 પદાધિકારીઓને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
એક સ્થાનિક નેતાએ એવી માહિતી આપી હતી કે, ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ કરતી મહાયુતિમાં નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી પહેલા જિલ્લામાં બળવો જોવા મળ્યો હતો, જેના કારણે કાર્યવાહી શરૂ થઈ હતી.
ભાજપ જિલ્લા પ્રમુખ કિશોર માંગતે-પાટીલે સોમવારે એવી માહિતી આપી હતી કે, ભાજપના રાજ્ય એકમના વડા ચંદ્રશેખર બાવનકુળેને કાર્યવાહીની જાણકારી આપવામાં આવી છે.
આ પણ વાંચો : ‘રાષ્ટ્રીય શોક હોવા છતાં રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે ગયા…’, ભાજપે વિપક્ષી નેતા પર કર્યો મોટો હુમલો…
20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણી, જેના પરિણામો 23 નવેમ્બરે જાહેર થયા હતા, તેમાં ભાજપે અકોલા-પૂર્વ બેઠક પર જીત મેળવી હતી, પરંતુ અકોલા-પશ્ર્ચિમ મતવિસ્તારમાં ભાજપનો કોંગ્રેસ સામે પરાજય થયો હતો. (પીટીઆઈ)