આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાજપ ઝૂંપડા હટાવીને રહેવાસીઓને મીઠાગરની જમીન પર લઈ જવાની યોજના ધરાવે છે: આદિત્ય ઠાકરે

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ભાજપ પર મુંબઈમાંથી ઝૂંપડા હટાવી દેવાનો અને તેના રહેવાસીઓને મીઠાગરની જમીન પર સ્થળાંતરિત કરવાનો ગંભીર આક્ષેેપ લગાવ્યો હતો.

આદિત્ય ઠાકરેએ એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે પિયુષ ગોયલે એક ઈન્ટરવ્યૂમાં કરેલી વાતનો સંદર્ભ પકડીને કહ્યું હતું કે ભાજપની યોજના અત્યંત જોખમી છે. જે લોકો ઝૂંપડામાં રહે છે તેમને આગામી દિવસોમાં રોજગાર ગુમાવવાનો વારો આવશે. અમે ઝૂંપડાવાસીને મીઠાગરની જમીન પર સ્થળાંતરિત કરવાની યોજના સફળ થવા દઈશું નહીં.


આ પણ વાંચો:
ઝૂંપડપટ્ટી પુનઃવિકાસ: આવતીકાલથી ઘાટકોપરમાં સર્વેક્ષણનો થશે આરંભ

આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ભાજપની નીતિ ગરીબી દૂર કરવાની નહીં, ગરીબોને દૂર કરવાની છે.
રાજ્યની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ભાજપની યોજના પોતાના મિત્રોને બધી જ મીઠાગરની જમીન આપી દેવાની છે અને તેનો સંદર્ભ આપતાં તેમણે ધારાવી પુનર્વસન યોજનામાં પૂર્વના પરાંમાં આવેલી મીઠાગરની જમીન પર કેટલાક લોકોને વસાવવાની યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે પુનર્વસનનો નિર્ણય મુંબઈના લોકો લેશે કેન્દ્ર સરકાર નહીં.

તેમણે એમ પણ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીની સરકારે જ્યારે મીઠાગરની જમીન મેટ્રો પ્રોજેક્ટ માટે માગી હતી ત્યારે કેન્દ્ર સરકારે નનૈયો ભણ્યો હતો, પરંતુ હવે તેઓ ઝૂંપડાવાસીઓના પુનર્વસન માટે આ જમીન આપવા તૈયાર થઈ ગયા છે.

આ પણ વાંચો: મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ રહેલા ૬૭૨ બાંધકામનો સફાયો

શું કહ્યું હતું પિયુષ ગોયલે?
એક મીડિયાના ઈન્ટરવ્યૂમાં પિયુષ ગોયલે કહ્યું હતું કે તેઓ તેમના મતદાર સંઘમાં આવતા મલાડ, કાંદિવલી અને બોરીવલીને ઝૂંપડામુક્ત કરવા માટેની યોજના પર કામ કરવા માગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઝૂંપડાવાસીઓના પુનર્વસન માટે મીઠાગરની જમીનની ફાળવણીનું તેઓ સ્વાગત કરે છે.

સ્થળાંતરની આવશ્યકતા શું: વર્ષા ગાયકવાડ
મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે ભાજપનો એજેન્ડા ગરીબોને મીઠાગરની જમીન પર સ્થળાંતરિત કરવાનો છે. જ્યારે નીતિ છે કે ઝૂંપડાવાસીઓનું પુનર્વસન તે જ સ્થળે કરવું તો પછી તેમને મીઠાગરની જમીન પર સ્થળાંતરિત કરવાની આવશ્યકતા શું છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપ ગરીબીને નહીં, ગરીબોને હટાવવા માગે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button