આખરે…. ભાજપના વિધાન સભ્ય મહેશ લાંડગેએ આ કારણોસર પટેલ સમાજની માફી માંગી
પુણે: પિંપરી ચિંચવડ મહાનગરપાલિકામાં ભાજપના પૂર્વ નગરસેવિકાના પતિએ બિલ્ડરને બધાની સામે માર માર્યો હતો. આ ઘટનાની સીસીટીવ ફૂટેજ પણ સામે આવી છે. જેને કારણે વિધાન સભ્ય મહેશ લાંડગેની મૂશ્કેલી વધી ગઇ છે. લોકોના રોષને જોઇને આખરે લાંડગેએ પટેલ સમાજની માફી માંગી વહેલી તકે નિતીન બોરાડે અને બિલ્ડર નરેશ પટેલ વચ્ચેનો વિવાદ શાંત દૂર કરીશ તેવી બાંયધરી પણ આપી છે.
નિતીન બોરાડેના કાકા અને નરેશ પટેલની જમીન આજુબાજુમાં છે. એ જમની પરથી પસાર થઇ રહેલ ડીપી માર્ગને કારણે આ વિવાદ શરુ થયો હતો. આ વિવાદની સુનવણી પાલિકામાં થઇ હતી. ત્યાર બાદ બોરાડેએ પટેલને ખૂબ માર્યો હતો. નિતીન બોરાડે વિધાન સભ્ય લાંડગેના કટ્ટર સમર્થક છે. તેથી આ વિવાદ બાદ લાંડગેની તકલીફ પણ વધી ગઇ હતી. ત્યારે હવે આ વિવાદમાંથી બહાર નિકળવા માટે વિધાન સભ્ય લાંડગેએ જાતે પટેલ સમાજની માફી માંગી આખા વિવાદ પર પડદો નાંખવાનો પ્રયત્ન કર્યો છે.
આ અંગે મળતી વધુ વિગતો મુજબ પિંપરી ચિંચવડ મહાનગરપાલિકામાં ભાજપના પૂર્વ નગરસેવિકાના પતિએ એક બિલ્ડરને ઢોર માર માર્યો હતો. આ આખી ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ છે. મારામારી કરનાર નિતીન બોરાડે ભાજપના વિધાનસભ્ય મહેશ લાંડગેના કટ્ટર સમર્થક અને પૂર્વ નગરસેવિકા સારિકા બોરાડેના પતિ છે. તેમણે બિલ્ડર નરેશ પટેલને બધાની સામે માર માર્યો હતો. આખી વાત વણસતા આખરે ભાજપના વિધાનસભ્યએ પટેલ સમાજની માફી માંગી હતી.